Tuesday, December 7, 2021
HomePhotos: લગ્નની આગલી રાત્રે કંઈક આ રીતે ગરબે ઘુમતો જોવા મળ્યો હાર્દિક...
Array

Photos: લગ્નની આગલી રાત્રે કંઈક આ રીતે ગરબે ઘુમતો જોવા મળ્યો હાર્દિક પટેલ

પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના યુવા નેતા હાર્દિક પટેલના લગ્ન તેમની બાળપણની મિત્ર કિંજલ પરીખ સાથે થશે. લગ્નની આગલી રાત્રે હાર્દિકના ઘરે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હાર્દિક પટેલ સહિત પરિવારના લોકો રાસગરબામાં ઝૂમી ઉઠ્યા હતા.

પોતાના લગ્ના રાસગરબામાં હાર્દિક પટેલ આનંદપૂર્વ ગરબે જુમ્યો હતો.

હાર્દિકની સાથે સાથે તેમના માતા પિતા અને બહેને પણ પુત્રના લગ્નમાં આનંદથી ગરબે જુમ્યા હતા.

હાર્દિકના લગ્નના રાસગરબામાં પરિવારના અન્ય સભ્યો અને મિત્રો પણ ગરબામાં જોડાયા હતા.

લગ્ન વિધિ કુળદેવી માતાના મંદિરે પાટીદાર રીત રિવાજ મુજબ થશે.

હાર્દિક અને કિંજલ ફક્ત નિકટના લોકો અને પરિવાર મળીને કુલ 100 લોકોની જ હાજરીમાં જ ખૂબ જ સાદગીથી લગ્ન કરશે.

હાર્દિક અને કિંજલ બંને 27 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરના દિગસર ગામે તેમના કુળદેવીના મંદિરમાં લગ્ન કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments