સલમાને શેર કર્યા રક્ષાબંધન સેલિબ્રેશનના Photos, ખાન પરિવારે આ રીતે ઉજવ્યો તહેવાર

0
6

રક્ષાબંધનનો તહેવાર સોમવારે પૂરા દેશમાં ધૂમધામથી ઉજવવામાં આવ્યો. બોલિવુડથી લઇ ટીવી કલાકારોમાં પણ રક્ષાબંધનને લઇ ખાસ્સો ઉતત્સાહ જોવા મળ્યો. સૌ કોઈએ ખાસ અંદાજમાં આ તહેવારને સેલિબ્રેટ કર્યો. એવામાં બોલિવુડના દબંગ ખાન સલમાને પણ રક્ષાબંધનની ઉજવણીથી જોડાયેલી અમુક તસવીરો પોતાના ફેન્સ માટે શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરમાં સલમાન ખાન, અરબાઝ ખાન, સોહિલ ખાન, આયુષ શર્મા, અરહાન ખાન, નિર્વાન ખાન અને પરિવારના અન્ય સભ્યો રાખડી બાંધ્યા દેખાઇ રહ્યા છે. સલમાન ખાનની આ તસવીરને લઇ ફેન્સ ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.

સલમાન ખાને રક્ષાબંધનથી જોડાયેલી આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જે સૌ કોઈનું ધ્યાન ખેંચી રહી છે. ભાઈજાનની આ તસવીરને અત્યાર સુધીમાં 6 લાખથી વધારે લાઈક્સ મળી ગઇ છે. સાથે જ લોકો એક્ટરની આ તસવીરને લઇ ખૂબ પ્રશંસા પણ કરી રહ્યા છે. તસવીરમાં દેખાઇ રહ્યું છે કે, સલમાન ખાનની સાથે સાથે પરિવારના અન્ય સભ્યોના કાંડા પર પણ રાખડી બાંધી છે. એવામાં તેઓ પોતાની રાખડી દેખાડતા પોઝમાં તસવીર પડાવી રહ્યા છે. તેને શેર કરતા અભિનેતાએ તેના ફેન્સને રક્ષાબંધનની શુભેચ્છા પાઠવી. સલમાને લખ્યું કે, રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છા.

જણાવી દઇએ કે, સલમાન ખાન પાછલા ઘણાં સમયથી સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છે. થોડા દિવસ પહેલા જ સલમાને પોતાનો વીડિયો શેર કર્યો હતો. તે વીડિયોમાં સલમાન ખેતી કરતો દેખાઇ રહ્યો હતો તો ક્યારેક ટ્રેક્ટર ચલાવતો દેખાઇ રહ્યો હતો. લોકડાઉનની શરૂઆતથી જ સલમાન પોતાના પનવેલ ફાર્મહાઉસ પર સમય પસાર કરી રહ્યો છે. સલમાનની ફિલ્મોની વાત કરીએ તો, ટૂંક સમયમાં સલમાન રાધે- યોર મોસ્ટ વોન્ટેડ હીરોમાં જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી દિશા પટની અને એક્ટર રણદીપ હુડ્ડા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન પ્રભુ દેવાએ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here