રાજકોટ સિવિલમા કોરોના દર્દીઓ માટે ફિઝીયોથેરપી સારવાર સંજીવની સમાન

0
3

રાજકોટમાં કોરોના વાયરસથી સંક્રમિત થનાર તથા તેના સંક્રમણમાંથી બહાર આવનાર વક્તિને શ્વાસોશ્વાસની પ્રક્રિયામાં થતી તકલીફોને નિવારવા માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફિઝીયોથેરપી દ્વારા ઉત્તમ કક્ષાની સારવાર આપવામાં આવી રહી છે. આ ફિઝીયોથેરપી સારવારથી સંજીવની સમાન પરિણામો પ્રાપ્ત થઈ રહ્યાં છે. ફિઝીયોથેરપીના માધ્યમથી અનેક દર્દીઓને નવજીવન અને રાહત મળી છે. કોરોના સંક્રમિત અને સંક્રમણ બાદ દર્દીઓના ફેફસાંનાં જેટલા ભાગનાં વાયુકોષોમાં ફાઈબ્રોસિસ થાય છે તેટલો ભાગ નિષ્ક્રિય બની જાય છે. ફેફસાંનું મુખ્ય કાર્ય શ્વસન કરવાનું છે.

ફેફસાંનું મુખ્ય કાર્ય શ્વસન કરવાનું છે

રાજકોટ સિવિલ હોસ્પિટલના ફિજીયોથેરપીસ્ટ ડો.પારસ જોશીએ જણાવ્યું છે કે, કોરોના વાયરસ સીધા જ ફેફસાંને અસર કરે છે અને શ્વસનમાં મુશ્કેલી ઊભી કરે છે. પરિણામે વાયુકોષોની વાયુની આપ-લે કરવાની ક્ષમતા ઓછી થઈ જાય છે. જેને તબીબી ભાષામાં ‘પલ્મોનરી ફાઈબ્રોસિસ’ થયું તેમ કહે છે. ફેફસાંનાં જેટલા ભાગનાં વાયુકોષોમાં ફાઈબ્રોસિસ થાય છે તેટલો ભાગ નિષ્ક્રિય બની જાય છે. ફેફસાંનું મુખ્ય કાર્ય શ્વસન કરવાનું છે. કોરોનાના ગંભીર કેસોમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં રૂકાવટ થતાં શરીરને મળતો ઓક્સિજન પુરવઠો અટકે છે. જેથી મૃત્યુનું જોખમ રહે છે. આવા દર્દીઓની રિકવરી દરમિયાન માટે ફિઝીયોથેરપી સંજીવની સમાન સાબિત થાય છે.

દર્દીને ઉંધા સુવડાવી સારવાર આપવામાં આવે છે.
દર્દીને ઉંધા સુવડાવી સારવાર આપવામાં આવે છે.

શારીરિક હલનચલનની પ્રક્રિયા ઓછી થાય તેને ડી-કંડીશનિંગ કહેવાય

કોરોનાના ઘણા દર્દીઓ સતત બેડમાં સુતા રહેવાના કારણે તેઓની શારીરિક હલનચલનની પ્રક્રિયા ઓછી અથવા નહિવત થઈ જાય જેને ડી-કંડીશનિંગ કહેવાય છે. જેને કારણે કાર્ય કરવાની તથા સ્નાયુઓની ક્ષમતામાં ઘટાડો થાય છે. ફેફસાંની સ્થિતિ સ્થાપકતા ઘટી જાય છે. હલનચલન ન થવાના લીધે પગના ભાગમાં લોહી ગંઠાઈ જતુ હોય છે. આવી નાની-મોટી તમામ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમારા સુપ્રિટેન્ડેન્ટ આર.એસ. ત્રિવેદી તથા ડો. પંકજ બુચના માર્ગદર્શન હેઠળ રાજકોટ સિવિલ ખાતે કોરોનાના દરેક દર્દી માટે અમે ટેઈલર મેઈડ ફિઝીયોથેરપી આપીએ છીએ. મતલબ દરેક દર્દીને તેની તાસીર, શારીરિક ક્ષમતા અને જરૂરિયાત મુજબ અલગ અલગ કસરત કરાવવામાં આવે છે તેમ ડો. જોષીએ જણાવ્યું હતું.

ફિઝીયોથેરપી સારવારથી શ્વાસોશ્વાસમાં રહાત રહે છે.
ફિઝીયોથેરપી સારવારથી શ્વાસોશ્વાસમાં રહાત રહે છે.

કસરત દ્વારા ફેફસાં વેન્ટિલાઈઝડ થાય છે

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તબીબોએ કોરોના સંક્રમિત દર્દીઓના ફેફસાંને મજબૂત કરવા સ્પાઈરોમેટ્રી કસરત, પ્રોનિંગ થેરપી જેવી તબીબી જગતમાં બ્રિધીંગ એક્સરસાઈઝ તરીકે પ્રચલિત આ પ્રકારની કસરત દ્વારા કોરોના દર્દીઓના ફેફસાં મજબુત અને સુદ્રઢ કરવા માટે અપનાવવામાં આવી છે. આ કસરત નિયમિતપણે કરાવવાથી તેમના સ્વાસ્થ્યમાં ઘણો સુધારો થયો છે. અને ઝડપી રિકવરી લાવવામાં ફાયદો થયો છે. કસરત દ્વારા ફેફસાં વેન્ટિલાઈઝડ થાય છે જેથી ધીમા અને ઊંડા શ્વાસ લેવામાં મદદરૂપ થાય છે.

ઓક્સિજન લેવામાં મુશ્કેલી પડતી હોય તેવા દર્દીઓને પોસ્ટ કોવિડ પલ્મોનરી રીહેબીલીટેશન કરવું જરૂરી.
ઓક્સિજન લેવામાં મુશ્કેલી પડતી હોય તેવા દર્દીઓને પોસ્ટ કોવિડ પલ્મોનરી રીહેબીલીટેશન કરવું જરૂરી.

શ્વાસ ચડતો હોય તેવા દર્દીઓએ પોસ્ટ કોવિડ પલ્મોનરી રીહેબીલીટેશન કરવું

મેડિસીન વિભાગ, એનેસ્થેસિયા વિભાગના સંકલનથી અને વરિષ્ઠ ડોક્ટરોના સહયોગથી દર્દીઓને બહારથી અપાતા ઓક્સિજનના પ્રમાણનો અભ્યાસ કરીને અમે ફિઝીયોથેરપી આપીએ છીએ. ફિઝીયોથેરપી ટ્રીટમેન્ટના કારણે દર્દીમાં કુદરતી રીતે ઓક્સિજન ગ્રહણ કરવાની ક્ષમતામાં વધારો થાય છે. જેથી બહારથી અપાતા ઓક્સિજનની બચત થાય છે. જેના કારણે ઘણો બધો ઓક્સિજન અમે બચાવી શક્યા છીએ. કોરોનામાંથી સ્વસ્થ થયેલા લોકોને જે દર્દીઓને કોરોના બાદ ઓક્સિજન લેવામાં મુશ્કેલી પડતી હોય, શ્વાસ ચડતો હોય તેવા દર્દીઓને પોસ્ટ કોવિડ પલ્મોનરી રીહેબીલીટેશન કરવું જરૂરી છે. એક મહિનાની આ ટ્રીટમેન્ટમાં તેના શરીરની કાર્યક્ષમતામાં વધારો કરવા વિવિધ પ્રકારની કસરત કરાવવામાં આવે છે.​

આ સારવારથી અનેક દર્દીઓને નવજીવન મળ્યું.
આ સારવારથી અનેક દર્દીઓને નવજીવન મળ્યું.

​​​​​કોરોના નથી થયો તેવા લોકોએ 30 મિનીટ ચાલવું, દોડવું

જે લોકો અત્યાર સુધીમાં કોરોના સંક્રમિત નથી થયા તેવા લોકોએ પણ 30 મિનીટ સુધી ચાલવું, દોડવું, સાયકલ ચલાવવી જેવી ક્રિયાઓ સહિત પ્રાણાયમ અને યોગ પણ કરવા જોઈએ. આ કસરતની સાથે સાથે યોગ્ય સમતોલ આહાર, સમપ્રમાણમાં પુરતી ઉંઘ જરૂરી છે. તમામ લોકોએ સવારે અથવા સાંજે 10 મિનીટ મેડિટેશન પણ કરવું જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here