ગાંધીનગર : ઓનલાઇન શિક્ષણ શરૂ કરવાની માગ સાથે ABVP દ્વારા ધરણાં

0
0

સેન્ટ્રલ યુનિવર્સિટીમાં સાયન્સ અને આર્ટસના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનમાં કેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપ્યો તેની યાદી મુકવામાં આવતી નથી. ઉપરાંત પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન શિક્ષણ શરૂ કરવાની માંગ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સેક્ટર-29ની સેન્ટ્રલ યુનિવર્સિટીના કેમ્પસમાં ધરણાં યોજાયા હતા.

સેન્ટ્રલ યુનિવર્સિટીના વિવિધ 17થી 18 વિભાગોમાં અંદાજે 8000 વિદ્યાર્થીઓ ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન તેમજ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી એમએ અને એમએસસી પાસ કરેલા વિદ્યાર્થીઓની પ્રોવિઝનલ ડીગ્રી પ્રમાણપત્ર અપાયા નથી. પ્રોવિઝનલ ડિગ્રી પ્રમાણપત્ર આપવા માટે વિદ્યાર્થીઓએ ઓક્ટોબરે અરજી કરી હોવા છતાં હજુ સુધી પ્રમાણપત્ર નહી મળતા વિદ્યાર્થીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. પ્રોવિઝનલ સર્ટી નહી મળવાથી સેન્ટ્રલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ નેટ અને સ્લેટની પરીક્ષાના ફોર્મ ભરી શકશે નહી તેવો આક્ષેપ વિદ્યાર્થીઓએ કર્યો હતો.

વિદ્યાર્થીઓના હિતમાં કામ કરાશે : PRO

સેન્ટ્રલ યુનિવર્સિટીના પીઆરઓ એચ.બી.પટેલને પૂછતા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓની માંગણીઓ સાંભળીને તેનો ઉકેલ લાવવામાં આવ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીઓના હિતમાં જ કામ કરાશે કોઇ પ્રશ્ન ઉદ્દભવે નહી તેનું ધ્યાન રાખવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here