Monday, January 24, 2022
Homeપીડાની તસવીર : દર્દીને ક્યારેય વઢવું પડે છતાં ડોકટર અને નર્સ બાળકોની...
Array

પીડાની તસવીર : દર્દીને ક્યારેય વઢવું પડે છતાં ડોકટર અને નર્સ બાળકોની જેમ કરે છે સેવા

આ તસવીર રાજકોટ સિવિલ હૉસ્પિટલના આઇસીયુની છે. જ્યાં કોરોનાના ગંભીર દર્દીઓને રાખવામાં આવ્યા છે. જ્યારે આઇસીયુની મુલાકાત લીધી ત્યારે દર્દીઓની પીડાની સાથે મેડિકલ સ્ટાફના સમર્પણના દૃશ્યો જોવા મળ્યા હતા. દર્દી આવેશમાં આવીને પોતાને કે બીજાને નુકસાન પહોંચાડે નહીં એ માટે તેમના હાથ-પગ બાંધી રાખવામાં આવ્યા હતાં. ક્યારેક એકલતાને કારણે તો ક્યારેક વ્યસન નહીં મળવાથી ઘણા દર્દી ગુસ્સે થઈને હિંસક પણ બને છે છતાં ડૉક્ટર-નર્સ શાંત રહીને તેમને સાચવે છે.

કોરોનાની સાથે આવા દર્દીનું મન શાંત થાય એ માટે પણ કાઉન્સલિંગ તથા દવાના આધારે સારવાર થાય છે. નર્સે કહ્યું કે, ‘જાણે બાળક હોય એ રીતે દર્દીને સાચવવા પડે છે. માથે હાથ ફેરવીને વ્હાલ પણ કરવો પડે તો વડીલની જેમ આંખો કાઢીને ખીજાવું પણ પડે છે.’ અહીં દર્દીઓના ચહેરા બદલાતા રહે છે પણ ડૉક્ટર-નર્સ સહિતના મેડિકલ સ્ટાફની ફરજ અને એમની નિષ્ઠા એવીને એવી જ રહે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular