Friday, March 29, 2024
Homeલીક : લોન્ચિંગ પહેલાં કિઆ સોનેટની તસવીરો લીક થઈ, કાર ડ્યુઅલ ટોન...
Array

લીક : લોન્ચિંગ પહેલાં કિઆ સોનેટની તસવીરો લીક થઈ, કાર ડ્યુઅલ ટોન સનરૂફ અને સિગ્નેચર ટાઇગર નોઝ ગ્રિલથી સજ્જ હશે

- Advertisement -

દિલ્હી. સેલ્ટોસ ગાડીના લોન્ચિંગ સાથે ઇન્ડિયન માર્કેટમાં એન્ટ્રી કરનાર કિઆ મોટર્સે બહુ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. હવે કંપની માર્કેટમાં તેની નવી સબકોમ્પેક્ટ SUV (સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ) કિઆ સોનેટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. જો કે,આ ગાડીના લોન્ચિંગ પહેલાં જ તેના એક્સટિરિયર અને ઇન્ટિરિયરની તસવીર લીક થઈ ગઈ છે.

કોન્સેપ્ટ કારથી આ કાર અલગ
કંપનીએ ઓટો એક્સપો 2020માં સોનેટનો કોન્સેપ્ટ શોકેસ કર્યો હતો. લીક થયેલી તસવીરથી એ સ્પષ્ટ થઈ જાય છે કે, આ કાર કોન્સેપ્ટ કારથી ઘણી અલગ છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, આ કાર ટૂંક સમયમાં જ લોન્ચ થશે. ઇન્ડિયન માર્કેટમાં આ કારની ટક્કર મારુતિ સુઝુકી વિટારા બ્રેઝા, ટાટા નેક્સન, હ્યુન્ડાઈ વેન્યૂ અને મહિન્દ્રા XUV300 સાથે થઈ શકે છે.

ન્યૂ ડિઝાઇન
આ કારના રિઅરમાં રેપઅરાઉન્ડ LED ટેલલાઇટ્સ આપવામાં આવી છે. આ LED ગાઇડલાઇટ્સ અને બે લાઇટ યૂનિટને જોડનારી રેડ સ્ટ્રિપ સાથે મળશે. તેમાં સ્ટીલ વ્હીલ સાથે કવર્સ પણ મળશે. કારની કેબિનની બેક સાઇડમાં ફેબ્રિક અપહોલ્સ્ટ્રી અને રિઅર એસી વેન્ટ્સ પણ મળશે. કારમાં સિગ્નેચર ટાઇગર નોઝ ગ્રિલ, પાતળા LED હેડલેમ્પ્સ સાથે LED DRL મળશે.

ફીચર્સ
કિઆ મોટર્સ આ ગાડીમાં ડ્યુઅલ ટોન સનરૂફ આપી શકે છે. તેમાં ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો, ઓટો ક્લાઇમેટ કન્ટ્રોલ, ઇલેક્ટ્રોનિક સનરૂફ, વાયરલેસ ચાર્જર, પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ અને UVO કનેક્ટેડ એપ મળશે.

એન્જિન ડિટેલ્સ
સોનેટમાં 1.2 લિટર પેટ્રોલ અને 1.5 લિટર ડીઝલ એન્જિન સાથે 1.0 લિટર GDi ટર્બો પેટ્રોલ એન્જિન પણ આપવામાં આવી શકે છે. આ એન્જિન ઓપ્શન્સ હ્યુન્ડાઇ વેન્યૂમાં પણ આપવામાં આવ્યાં છે. આ એન્જિનને 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ગિયરબોક્સ સાથે જોડવામાં આવી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular