ગુજરાતમાં કોરોના સંક્રમણના કારણે પતંગ વેચવા અને ચગાવવા પર પ્રતિબંધની માગ સાથે PIL.

0
0

કોરોના મહામારી વચ્ચે રાજ્યમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી જાહેરહિતની અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. ઉત્તરાયણ દરમિયાન પતંગ ચગાવવા અને વેચવા પર પ્રતિબંધની માગ કરાઈ છે. જેને પગલે હાઈકોર્ટ સરકાર પાસે સૂચનો મેળવવા આદેશ કર્યો છે.

મોટી સંખ્યામાં લોકો એકઠા થતાં હોવાથી પ્રતિબંધની માગ

હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે, પતંગના વેચાણ અને ખરીદીમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થાય છે, જેથી તેના પર પ્રતિબંધ લાદવામાં આવે. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટે સરકારી વકીલને સરકાર પાસેથી સૂચનો મેળવવાનો આદેશ કરવામાં આવ્યો છે.

મેડિકલ ટીમ પર બોજ વધવાનો ભય

અરજદાર મૌલિક માંકડ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં રજુઆત કરવામાં આવી છે કે, મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ છેલ્લા 9 મહિનાથી મહેનત કરી રહ્યું છે. જો લોકોની તહેવારોની ઉજવણી પર નિયંત્રણ નહીં રાખવામાં આવે તો મેડિકલ ટીમ પર બોજ વધશે. માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ, અને અન્ય કોવિડ ગાઈડલાઈનના પાલન માટે પોલીસ પેટ્રોલિંગ અને ડ્રોનથી નજર રાખવામાં આવે. ધાબુ, ફૂટપાથ કે જાહેર રોડ પર પતંગ ચગાવવા માટે લોકો ભેગા ન થાય તેના માટે નિર્દેશ આપવામાં આવે.

શનિ-રવિ પર લોકો પતંગ ચગાવી શકે છે

જાહેરહિતની અરજીમાં કહેવામાં આવ્યું છે કે, પતંગ અને દોરીનું વેચાણ કરનાર વેપારી પણ સુપર સ્પ્રેડર બની શકે છે. આ વર્ષે ઉત્તરાયણનો તહેવાર ગુરુવાર અને શુક્રવારે આવી રહી છે, જેથી લોકો શનિ-રવિમાં પણ પતંગ ચગાઈ શકે છે. ગત નવેમ્બર અને ડિસેમ્બરમાં કેટલાક લોકોની લાપરવાહીને લીધે કોરોનાના કેસમાં વધારો થયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here