વડોદરા : પીલોલ રેલવે સ્ટેશન માસ્તરે યુવાન પરિણીતા ઉપર દુષ્કર્મ આચર્યું.

0
2

આઠ માસ પહેલાં સફાઇ કામ કરતી યુવાન પરિણીતા ઉપર દુષ્કર્મ આચરનાર પીલોલ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તરે સ્ટેશન સામે રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં હવસખોર સ્ટેશન માસ્તરે રૂપિયા 100 આપ્યા હતા. અને ચાકૂ બતાવી યુવતીને કોઇને જાણ ન કરવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આઠ માસ પહેલાં બનેલા દુષ્કર્મના આ બનાવ અંગે રેલવે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સ્ટોર રૂમમાં લઈ જઇ દુષ્કર્મ આચર્યું

સ્ટેશન માસ્તરના દુષ્કર્મનો ભોગ બનેલી પરિણીતાએ રેલવે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે વિગત એવી છે કે, મૂળ મધ્ય પ્રદેશની રહેવાસી અને હાલ પીલોલ રેલવે સ્ટેશન પાસે રેલવે કવાટર્સમાં રહેતી 19 વર્ષીય પરિણીતા પીલોલ રેલવે સ્ટેશન ખાતે કોન્ટ્રાક્ટમાં સફાઈ કામદાર તરીકે નોકરી કરે છે. તેનો પતિ પણ કોન્ટ્રાક્ટમાં રેલવેના પાટાનું કામ કરે છે. તા.1 માર્ચ-2020ના રોજ યુવતી સ્ટેશન માસ્તરની ઓફિસની બાજુમાં સાફ સફાઈ કરતી હતી. તે વખતે સ્ટેશન માસ્ટર તરીકે ફરજ બજાવતાં રાજેન્દ્રકુમાર વર્મા ( રહે – યશ કોમ્પ્લેક્ષ ની સામે , ગોત્રી, વડોદરા ) તેની પાસે પહોંચી ગયો હતો અને સ્ટોર રૂમમાં લઈ જઇ દુષ્કર્મ આચર્યું હતું .

પતિને જાણ કરતાં પતિએ નોકરી છોડાવી દીધી

દુષ્કર્મ આચર્યા બાદ સ્ટેશન માસ્તરે પરિણીતાને સો રૂપિયા આપ્યા હતા. અને આ બનાવ અંગે કોઇને જાણ ન કરવા માટે ધમકી હતી. આમ છતાં, પરિણીતાએ પતિને બનાવ અંગે પતિને જાણ કરતાં પતિએ નોકરી છોડાવી દીધી હતી. ત્યારબાદ કોરોનાના કારણે લોકડાઉન થઈ જતાં પતિ-પત્ની વતન જતા રહ્યા હતા. જ્યાંથી પરત આવ્યા બાદ પતિ રાબેતા મુજબ કામ પર લાગી ગયો હતો અને યુવતી રેલવે ક્વાટર્સમાં એકલી હતી.

સ્ટેશન માસ્તર યુવતીના ઘરે પહોંચી ગયો

ફરિયાદમાં જણાવ્યું છે કે, તા. 17મી ઓક્ટોબરના રોજ બપોરના સમયે યુવતી ઘરમાં એકલી હતી. તે સમયે સ્ટેશન માસ્તર રાજેન્દ્રકુમાર વર્માએ દરવાજો ખટખટાવ્યો હતો. અને યુવતીને ચાકુ બતાવી કહ્યું કે, મે તેરે ઘર આયા હું વો કિસી કો બતાના મત તેમ જણાવતા યુવતી હેબતાઈ ગઈ હતી. અને ઘરમાં પુરાઈ ગઈ હતી. દરમિયાન આ બનાવ અંગે યુવતીએ પતિને જાણ કરતા પતિએ સ્ટેશન માસ્તર વર્માને ફોન કરીને જણાવ્યું હતું કે, પહેલે ભી તુમ ને પત્ની કે સાથ એસા કામ કિયા થા.. આજ ભી મેરે ક્વાટર્સ પે ક્યુ આયા થા. જેના જવાબમાં વર્માએ જણાવ્યું હતું કે, પુલીસ મે પૈસે ભર દુંગા, મગર યે બાત આગે જાની નહિં ચાહીએ તેવો જવાબ આપ્યો હતો.

સ્ટેશન માસ્તર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી

આઠ માસ પહેલા યુવતી સાથે દુષ્કર્મ આચરનાર સ્ટેશન માસ્તર અવાર-નવાર યુવતીના ઘરે પહોંચી જતો હતો. જેના કારણે મહેનતકશ દંપતિ ગભરાઇ ગયું હતું. અને આખરે ગોધરા રેલવે લાઇન ઉપર આવેલા પીલોલ રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્તર વિરૂધ્ધ વડોદરા રેલવે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે સ્ટેશન માસ્તર રાજેન્દ્રકુમાર વર્મા વિરૂધ્ધ દુષ્કર્મ, એટ્રોસીટી એક્ટ સહિતની કલમો સાથે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.