Sunday, November 28, 2021
Homeમારી બહેનને કેમ છેડછાડ કરે છે કહેનાર યુવક પર પાઇપથી હુમલો :...
Array

મારી બહેનને કેમ છેડછાડ કરે છે કહેનાર યુવક પર પાઇપથી હુમલો : રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ ફરિયાદ.

શહેરના રામોલ વિસ્તારમાં પાડોશમાં રહેતા યુવકે એક યુવતીની છેડછાડ કરી ઝઘડો કર્યો હતો. જેથી યુવતીએ તેના ભાઇને જાણ કરતા તે યુવક પાસે પહોંચ્યો હતો અને મારી બહેને કેમ છેડછાડ કરે છે તેવું કહ્યું હતું. જો કે, આટલું સાંભળતા જ યુવક ઉશ્કેરાયો હતો અને લોખંડની પાઇપથી ભાઇ પર હુમલો કરી લોહીલુહાણ કરી દીધો હતો. આ મામલે રામોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ આદરી છે.

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રવિ પ્રવિણભાઇ સોલંકી તેની બહેન ભુમિકા અને માતા-પિતા સાથે રહે છે તથા ઓઢવ ખાતે નોકરી કરે છે. તેના મકાનના ઉપરના માળે મિહિર રાજુભાઇ સોલંકી રહે છે. ગઇકાલે રાત્રે 10.30 વાગ્યે રવિ પોતાના કોમન પ્લોટમાં હાજર હતો. ત્યારે તેની બહેન ભુમિકા દોડતી દોડતી આવી હતી અને કહ્યું હતું કે, મિહિર સોલંકી છેડછાડ કરે અને ઝઘડો કરે છે. તેથી રવિ ત્યાંથી મિહિર પાસે ગયો હતો અને કહ્યું હતું કે, તું કેમ મારી બહેનની છેડછાડ કરી ઝઘડો કરે છે.

આટલુ કહેતા જ મિહિર ઉશ્કેરાઇ ગયો હતો અને કહેવા લાગ્યો હતો કે, તું કોણ મને કહેવાવાળો છે. પછી મિહિર રવિને માર મારવા લાગ્યો હતો. આ દરમિયાન રવિનો મિત્ર જીજ્ઞેશ ત્યાં આવ્યો હતો અને તેમને છોડાવવા પ્રયાસ કરવા લાગ્યો હતો. જો કે, આ દરમિયાન મિહિર બાજુમાંથી લોખંડની પાઇપ લઇ આવ્યો હતો અને રવિને માથામાં બે ફટકા મારી દીધા હતા. જેથી લોહીલુહાણ હાલતમાં રવિ નીચે પટકાયો હતો.

આ દરમિયાન મિહિર ત્યાંથી પલાયન થઇ ગયો હતો. બીજી તરફ રવિને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને ચાર ટાંકા લીધા હતા. આ મામલે રામોલ પોલીસને જાણ થતા પોલીસ ત્યાં પહોંચી હતી. જ્યાં રવિની ફરિયાદ નોધી મિહિરની શોધખોળ હાથધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments