અમદાવાદ : પીરાણા આગ દુર્ઘટના : NGT એ ફેકટરીના માલિકને 5 કરોડનો ફટકાર્યો દંડ, મૃતક પરિવારજનોને 15 લાખ આપવા આદેશ.

0
7

અમદાવાદના પીરાણા પિપળજ વિસ્તારની ફેકટરીમાં સર્જાયેલી દુર્ધટના મામલે NGTએ કાર્યવાહી કરી છે. પાંચ કરોડ જમા કરાવવા ફેકટરીના માલિકને આદેશ કર્યો છે. સાથોસાથ દુર્ધટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનને રૂપિયા પંદર લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા પાંચ લાખ ચુકવવા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આદેશ કર્યો છે.

NGTએ મુખ્ય સચિવને પણ આદેશ આપ્યો છે કે, આ ઘટના અંગે યોગ્ય તપાસ કરીને તેનો રીપોર્ટ સબમીટ કરવો. ફેકટરીના માલિકે એક મહિનામાં, અમદાવાદ જિલ્લા કલેકટર સમક્ષ, રૂપિયા પાંચ કરોડ જમા કરાવવા પડશે. જો જમા ના કરાવે તો ફેકટરીની માલ મિલ્કતોનુ વેચાણ કરીને પાંચ કરોડ એકઠા કરે. જ્યારે દુર્ઘટના વાળી ફેકટરીના માલિક મૃતક અને ઈજાગ્રસ્તોને આર્થિક સહાય પૂરી ના પાડી શકે તો ગુજરાત સરકારે સહાય આપવી તેવો પણ આદેશ કર્યો છે.

અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગની ઘટના બની હતી. કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 12નાં મોત થયા હતા. જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here