રેલવેના ખાનગીકરણ પર પીયૂષ ગોયલનો વિપક્ષ પર પ્રહાર; રોડ પણ રાષ્ટ્રીય સંપત્તિ છે તો શું ત્યાં ખાનગી ગાડીઓ નથી ચાલતી શું?

0
5

વિપક્ષ સતત કેન્દ્ર સરકાર પર રેલવેનું ખાનગીકરણ કરવાનો આરોપી લગાવી રહી છે. મંગળવારે રેલવે મંત્રી પીયૂષ ગોયલે લોકસભામાં આ મુદ્દા પર વિપક્ષ પર શાબ્દિક હુમલો કર્યો. પીયૂષ ગોયલે કહ્યું કે ક્યારેય કોઈએ એ વાત કહી નથી કે રોડ પર માત્ર સરકારી ગાડીઓ જ ચાલવી જોઈએ.

અમારી પર રેલવેનું ખાનગીકર કરવાનો આરોપ લગાવવામાં આવે છેઃ પીયૂષ ગોયલ

લોકસભામાં રેલવે મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે અમારી પર રેલવેનું ખાનગીકર કરવાનો આરોપ લગાવવામાં આવે છે, જોકે ક્યારેય કોઈએ એ વાત કહી નથી કે રસ્તા પર માત્ર સરકારી વાહનો જ ચાલે. કારણ કે પ્રાઈવેટ અને સરકારી વાહનો બંને આર્થિક ગતિવિધિઓને આગળ વધારે છે.

પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટનું સ્વાગત કરવું જોઈએ

રેલવે મંત્રીએ સદનમાં કહ્યું કે પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટનું સ્વાગત કરવું જોઈએ, તેનાથી સુવિધાઓમાં સુધારો થશે. જોકે રેલવે મંત્રીએ કહ્યું કે રેલવેને સંપૂર્ણ રીતે ખાનગીના હવાલે કરવામાં આવશે નહિ. પીયૂષ ગોયલે કહ્યું કે રેલવે સરકારી સંપતિ છે અને સરકારી જ રહેશે. જો તેમાં ખાનગી ઈન્વેસ્ટમેન્ટ આવે છે, તો તેનાથી કોઈને વાધો નથી.

નવી 44 વંદે ભારત ટ્રેનના ઓર્ડર આપવામાં આવ્યા છે

રેલવે મંત્રીએ કહ્યું કે આજે રેલવે સ્ટેશન પર વેટિંગ રૂમ જોઈએ, એસ્કેલેટર જોઈએ તો તેના માટે રોકાણની જરૂરિયાત પડશે. અમે લગભગ 50 એવા રેલવે સ્ટેશનની પસંદગી કરી છે, જેનુ નિર્માણ મોર્ડન રીતે કરવામાં આવી રહ્યું છે. લોકસભામાં પીયૂષ ગોયલે માહિતી આપી કે હવે અમે નવી 44 વંદે ભારત ટ્રેન પણ ચલાવી રહ્યાં છે, જેનો ઓર્ડર અપાઈ ચૂક્યો છે. ઝડપથી રૂટ નક્કી થશે અને તેને શરૂ કરવામાં આવશે.

માત્ર રેલવે જ નહિ, બેન્કોનું ખાનગીકરણ કરવાનો પણ આરોપ

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત ઘણા વિપક્ષી નેતાઓ દ્વારા સતત કેન્દ્ર સરકાર પર સરકારી સંપત્તિઓનું ખાનગીકરણ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. માત્ર રેલવે જ નહિ, બેન્કોનું ખાનગીકરણ કરવાનો પણ આરોપ લાગ્યો છે. તેના વિરોધમાં સોમવારે અને મંગળવારે બેન્ક યુનિયનની હડતાળ થઈ રહી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું, ભારતીયોના ખર્ચ પર અન્ય દેશોમાં રસી મોકલાઈ રહી નથી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું, ભારતીયોના ખર્ચ પર અન્ય દેશોમાં રસી મોકલાઈ રહી નથી. ઉચ્ચતમ સ્તરે વિશેષજ્ઞ અને સરકારની એક સમિતિ આ અંગે સંતુલન બનાવી ચુકી છે. છેલ્લા થોડા દિવસોમાં 30,39,394 લોકોને રસી મૂકવામાં આવી છે. આપણે અત્યાર સુધીમાં રસીકરણના 3 કરોડના આંકડાએ પહોંચી ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here