Wednesday, September 29, 2021
HomePKની ટીમ નજરકેદ : I-PAC ની ટીમને હોટેલની બહાર નિકળવા પ્રતિબંધ મુકાયો
Array

PKની ટીમ નજરકેદ : I-PAC ની ટીમને હોટેલની બહાર નિકળવા પ્રતિબંધ મુકાયો

તૃણમુલ કોંગ્રેસ માટે સરવે કરવા ત્રિપુરા પહોંચેલા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની ટીમને હોટેલમાં નજરકેદ કરવામાં આવી છે. મીડિયા અહેવાલો પ્રમાણે I-PAC (ઈન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી)ની ટીમને હોટેલની બહાર નિકળવા પ્રતિબંધ મુકાયો છે. તેમની પર ત્રિપુરા પોલીસના અનેક પોલીસ કર્મચારીઓ હોટેલની અંદર તથા બહાર નજર રાખી રહ્યા છે.

I-PACના લગભગ 23 કર્મચારીની ટીમ TMC માટે સરવે કરવા કેટલાક દિવસ અગાઉ અગરતલા પહોંચી હતી. તમામ લોકો હોટેલ વુડલેન્ડમાં રોકાયા હતા. પોલીસ અને વહિવટી તંત્રના કર્મચારીઓએ હોટેલમાં અટકાવવાનું કારણ કોવિડ પ્રોટોકોલ દર્શાવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ત્રિપુરામાં અત્યારે ભાજપના નૈતૃત્વ હેઠળ સરકાર છે.

અભિષેક બેનર્જીએ ભાજપ પર નિશાન તાક્યું
મમતા બેનર્જીના ભત્રીજા અને TMC સાંસદ અભિષેક બેનર્જીએ આ ઘટના બાદ ત્રિપુરાની ભાજપ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ત્રિપુરા ભાજપના લોકો TMC ત્યાં પહોંચ્યા તે અગાઉ ડરી ગયા છે. તે બંગાળમાં અમારી જીતને લઈ ઘણા પરેશાન છે. માટે I-PACના કર્મચારીઓને નજરકેદ કરવામાં આવ્યા છે.

બંગાળ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જી માટે કામ કર્યું
માર્ચ-એપ્રિલ 2021માં યોજાયેલી પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પ્રશાંત કિશોરે TMC માટે ચૂંટણી રણનીતિ તૈયાર કરી હતી. તેણે દાવો કર્યો હતો કે બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 100 બેઠકના આંકડાને પાર કરી શકે નહીં. ભાજપને આ ચૂંટણીમાં 77 બેઠકો મળી હતી. ત્યારબાદ મમતા બેનર્જીને 2024માં યોજાનારી લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે.

મમતા માટે જમીન તૈયાર કરી રહ્યા છે પ્રશાંત કિશોર
બંગાળ ચૂંટણી બાદ પ્રશાંત કિશોર પણ શરદ પવાર સહિત વિપક્ષના અનેક નેતાઓ સાથે મુલાકાત કરી ચુક્યા છે. આ સાથે એવું માનવામાં આવે છે કે મમતા બેનર્જીની રાષ્ટ્રીય રાજનીતિ માટે માહોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. મમતા અગાઉ પણ પોતાના ભાષણોમાં આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષના પ્રતિનિધિત્વ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. રાષ્ટ્રીય રાજનીતિમાં સક્રિય થવા માટે TMCએ પૂર્વોત્તર રાજ્યોમાં પોતાની પકડને મજબૂત કરવા કામ શરૂ કર્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments