લોકડાઉન પછી ઓફિસ જવાનો પ્લાન બનાવો છો? તો આટલી સાવચેતી જરૂર રાખજો

0
20

કોરોના વાયરસ (Coronavirus)ના પ્રકોપને જોતા હાલ તો અનેક વિસ્તારોમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પણ હવે તે પણ હકીકત છે કે લાંબા સમય સુધી આ લોકડાઉનને ચાલુ નહીં રખાય અને સોશિયલ ડિસ્ટેંસિંગ (Social Distancing) સાથે નોકરી પર જવાનો પણ એક સમય આવશે. જે રીતના સંજોગો બની રહ્યા છે તે જોતા એ વાત નકારી ના શકાય કે લાંબા સમય લોકડાઉન રહ્યું તો ભારતની આર્થિક સ્થિતિ કથળી જશે.

ભારતની આર્થિક સ્થિતિ અને અન્ય મુશ્કેલીઓ આ કોરોના સમયે ન આવે તે માટે કરીને ટૂંક સમયમાં તેવી વ્યવસ્થા ઊભી કરવી જરૂરી બનશે જેમાં કોરોના સાથે સાવચેત રહીને આપણે નોકરી કરવા જવું પડશે. ત્યારે આ લોકડાઉન ખુલતા નોકરી પર જવાનું પ્લાન કરી રહ્યા છો તો આટલી સાવચેતી ચોક્કસથી રાખજો નહીં તો કર્યું બધુ પાણીમાં જશે!

જો કોઇ પણ કર્મચારી બિમાર છે. તેની અંદર કોરોના જેવા હળવા લક્ષણ જણાઇ રહ્યા છે તો તેને ઓફિસ જવાનું ટાળવું જોઇએ અને તે જ્યાં સુધી પૂરી રીતે ઠીક ના થાય ત્યાં સુધી તેને ઓફિસ ન જવું જોઇએ. અને શરદી, ખાંસી જેવી સમસ્યા દૂર થાય તે સ્વસ્થ હોય તો જ ઓફિસ જવું જોઇએ.

ઓફિસમાં દરેક કર્મચારી પર નજર રાખવી જરૂરી બનશે. જો કોઇ પણ દર્દીમાં શરદી જેવા સામાન્ય લક્ષણ પણ દેખાય. તો તેને તરત ઘરે મોકલી દેવો જોઇએ. અને તે વ્યક્તિના સંપર્કમાં આવેલા તમામ લોકોને પણ ઘરે મોકલી દેવા જોઇએ. આ વ્યક્તિ વર્કપ્લેસમાં જ્યાં બેસે છે તે જગ્યાને પણ સારી રીતે સેનિટાઇઝ કરવું જોઇએ.

ઓફિસ સ્ટાફને પણ હાઇઝીન માટે જાગૃત કરવા તેમને ઇ-મેલ અને ઓફિસ વિવિધ સ્થળે પોસ્ટર લગાવીને સ્ક્રીન પર વીડિયો ચલાવીને કર્મચારીઓને સુરક્ષિત કેમ રહેવું તેની જાણકારી આપવી જોઇએ. ટિશ્યૂ પેપર, હેન્ડ સેનિટાઇઝર, ડિસ્પોસેબલ વાઇબ્સ હાજર રહેવા જોઇએ . વળી ફિંગર પ્રિન્ટ સ્કેનર હટાવી દેવું જોઇએ.

ઓફિસના પ્રત્યેક કર્મચારીએ એક બીજાથી 6 ફિટની દૂર પર બેસવું જોઇએ. જરૂરત પડે તો તમામ કર્મચારીઓને એક સાથે બોલવવાની બદલે અલગ અલગ ટાઇમે બોલાવાય. સાથે જ મીટીંગ જેવી વસ્તુઓ ફોનના માધ્યમથી કે ઓનલાઇન વીડિયો કોલ દ્વારા કરવી જોઇએ.

ઓફિસમાં હાજર તમામ વસ્તુઓની નિયમિત સફાઇ થવી જોઇએ. જેમ કે કાઉન્ટર ટોપ, દરવાજાના હેન્ડલ, રિમોટ કંટ્રોલ, કમ્પ્યૂટર સ્ક્રીન, લેપટોપ, લિફ્ટના બટન

ઓફિસમાં પણ માસ્ક પહેરેલા રાખવા હાથને વારંવાર સેનિટાઇઝરની સાફ કરવા, દરવાજા લિફ્ટ, બટનને અડવાથી બચવું. પોતાના કી બોડને જોતે જ કામ શરૂ કરતા પહેલા સેનિટાઇઝ કરવું. સાથે જ ડેસ્ક એરિયાને પણ જાતે જ સેનિટાઇઝ કરવો સલાહભર્યું છે. વળી કેન્ટિનનું ખાવાના બદલે ઘરનું જ ભોજન ખાવું અને બીજાના ટિફિનના બદલે પોતાનું ભોજન ખાવું વધુ હિત ભર્યું છે. Disclaimer : આ લેખમાં સર્વ સામાન્ય જાણકારી આપવામાં આવી છે. ન્યૂઝ 18 ગુજરાતી આની કોઇ પુષ્ટી નથી કરતું. અમલમાં મૂકતા પહેલા આ અંગેના જાણકારીની સલાહ લેવી જરૂર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here