પાકિસ્તાન : કરાચીમાં લેન્ડિંગની થોડી મિનિટો પહેલા જ રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, 98 લોકો સવાર હતા; બેના મૃતદેહો મળ્યા

0
0
  • લેન્ડિંગ પહેલા પ્લેનનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું, ધડાકા સાથે તેમા આગ લાગી ગઈ હતી
  • પ્લેન કરાચી એરપોર્ટ નજીક ઝિન્હા ગાર્ડન વિસ્તારની મોડલ કોલોનીમાં ક્રેશ થયું
  • ઈદની ઉજવણી માટે વિશેષ ફ્લાઈટ શરૂ કરાઈ હતી
  • ક્રેશ થવાની સાથે જ પ્લેનમાં આગ લાગી ગઈ હતી અને કોલોનીના ઘણા ઘર પણ આગની ઝપેટમાં આવી ગયા હતા
  • પ્લેન લાહોરથી કરાચી જઈ રહ્યું હતું, લેન્ડિંગના થોડા સમય પહેલા જ ક્રેશ થયું

કરાચી. પાકિસ્તાન એરલાયન્સનું પેસેન્જર પ્લેન એરબસ A-320 કરાચી નજીક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું છે. આ પ્લેન લાહોરથી કરાચી આવી રહ્યું હતું. લેન્ડિંગની થોડી મિનિટો પહેલાજ તેનું એન્જિન ફેઈલ થઈ ગયું હતું. પ્લેનમાં આગ લાગી ગઈ હતી અને કરાચીના ઝિન્હા ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પહોંચતા પહેલા ક્રેશ થઈ ગયું હતું.  પ્લેનમાં 91 મુસાફર અને 7  ક્રુ મેમ્બર્સ મળીને કુલ 98 લોકો સવાર હતા. જેમાં 51 પુરુષો, 31 મહિલાઓ અને 9 બાળકો સામેલ હતા. એક પાંચ વર્ષના બાળકનો અને એક સિનિયર પત્રકાર અંસારી નકવીનો મૃતદેહ મળ્યો છે.  તમામ લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. જોકે હજી સુધી સત્તાવાર મોતનો આંક જાહેર કરવામાં આવ્યો નથી. આ પ્લેન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હોવાથી ઘણાં ઘરોને પણ નુકસાન થયું છે.

પાયલટે પ્લેનને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની કોશિશ કરી હતી

પાયલટનું નામ સજ્જાદ ગુલ છે. નજરે જોનારના કહેવા મુજબ પાયલટે પ્લેનને રહેણાંક વિસ્તારથી દૂર લઈ જવાની કોશિશ કરી હતી. જેના કારણે ઓછા ઘરને નુકસાન થયું છે. પ્લેનમાં એક સાથી પાયલટ અને ત્રણ એર હોસ્ટેસ હતી. પીઆઈએના પ્રવક્તાએ જીયો ન્યૂઝને કહ્યું કે આ પ્લેન એ-320 10 વર્ષ જૂનું હતું.

મકાનો ઉપર ક્રેશ થયું પ્લેન

પ્લેન ક્રેશ થયું તેની તસવીરો સામે આવી છે. પ્લેન જે ઘરો ઉપર પડ્યું ત્યાં આગ લાગી ગઈ હતી. ઘરોમાંથી ધૂમાડાના ગોટા જોવા મળી રહ્યા હતા. પાકિસ્તાન મીડિયા રિપોર્ટ્સ મુજબ ઘણા લોકો આ ઘરોમાં ફસાયેલા છે.

પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાયન્સના પ્રવક્તા અબ્દુલ સત્તારે આ સમાચારને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે આ  A-320 ફ્લાઈટ 90 મુસાફરોને લઈને લાહોરથી કરાચી જઈ રહી હતી.પ્લેન ક્રેશન થયાની જાણ થતા રેસ્ક્યુ ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગયા છે.

ઈન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)ના કહેવા મુજબ આર્મી ક્વિક રિએક્શન ફોર્સ અને સિંધ પાકિસ્તાન રેન્જર્સ ઘટના સ્થળે પહોંચી ગયા છે અને બચાવ અને રાહત કામગીરી કરી રહ્યા છે.આરોગ્ય મંત્રીએ પ્લેન ક્રેશના કારણે કરાચીની તમામ મોટી હોસ્પિટલમાં ઈમરજન્સી જાહેર કરી દીધી છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here