ગ્રહ નક્ષત્ર: આજનો દિવસ જ્યોતિષ શાસ્ત્રની દૃષ્ટીએ ખાસ, બની રહ્યો છે આ વિશેષ સંયોગ

0
222

1 ઓગસ્ટે વર્ષનો છેલ્લો ગુરૂ પુષ્ય યોગ બની રહ્યો છે. ગુરૂ પુષ્ય યોગ અને પુષ્પ નક્ષત્રના સંયોગથી બનનાર સૌથી શ્રેષ્ઠ શુભ મુહૂર્ત માનવામાં આવે છે. આ સાથે સાથે સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગનો સંયોગ બની રહ્યો છે. આ તમામ યોગ મળીને એક વિશેષ યોગ બની રહ્યો છે જે માંગલિક કાર્ય માટે ખુબજ શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં આ યોગને વણજોઈતું મુહૂર્ત કહેવામાં આવે છે. આ દિવસે નવું કામ, ગૃહ પ્રવેશ, જમીન ખરીદવી, વેપારની શરૂઆત કરવી, નવુ વાહન ખરીદવા માટે શુભ માનવામાં આવે છે.

શું હોય છે ગુરૂ પુષ્ય યોગ
જ્યોતિષ શાસ્ત્રમાં કુલ 27 નક્ષત્ર હોય છે. જેમાં 8મું સ્થાન પુષ્ય નક્ષત્રને માનવામાં આવે છે. આ નક્ષત્ર ખુબજ શુભ અને સુખ આપનાર છે. આને તમામ 27 નક્ષત્રોમાં સૌથી શ્રેષ્ઠ અને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. ભગવાન રામનો જન્મ પણ આ નક્ષત્રમાં થયો હતો. નક્ષત્ર રોજ બદલાય છે આ રીતે ગુરૂવારે આવતા આ પુષ્ય નક્ષત્રને ગુરૂ પુષ્ય નક્ષત્ર યોગ કહેવામાં આવે છે.

પુષ્ય નક્ષત્રમાં જન્મેલા વ્યક્તિઓનો સ્વભાવ અને ભવિષ્ય
પુષ્ય નક્ષત્રને જ્યોતિષ શાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. આને તમામ 27 નક્ષત્રોમાં શ્રેષ્ઠ તેમજ નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્રમાં જન્મેલ જાતક મહેનતુ તેમજ ખુબજ વિશ્વાસ પાત્ર હોય છે. આ નક્ષત્રમાં મંત્ર દીક્ષા, ઉચ્ચ શિક્ષા ગ્રહણ, ભૂમિ, ક્રય વિક્રય, આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરે છે.

ગુરૂ પુષ્ય નક્ષત્રમાં વિવાહ નથી થતા
ગુરૂ પુષ્ય નક્ષત્રમાં વિવાહને છોડીને તમામ કાર્ય કરી શકાય છે. માતા પાર્વતીના શ્રાપના કારણે પુષ્પ નક્ષત્રમાં વિવાહ કરવાને અશુભ માનવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here