- Advertisement -
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે સંવેદના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત કોંગ્રેસ દ્રારા ગુજરાતની વિજય રૂપાણી સરકારને ઘેરવા માટે રાજ્ય વ્યાપી સંવેદના યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. યાત્રા ગાંધીધામથી ગાંધીનગર સુધી યોજવામા આવી રહી છે.
આ યાત્રા ટ્રેકટરમાં યોજવામા આવી રહી હોવાથી રાજ્યભરમાંથી યાત્રામાં લોકો અને ખાસ કરીને ખેડૂતો પોત પોતાનાં ટ્રેકટરો સાથે મોટી સંખ્યામાં જોડાય તોવી આશા કોંગ્રેસ દ્રારા જતાવવામા આવી રહી છે. સંવેદના યાત્રામાં ગુજરાત પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ, ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલ, વિરોધ પણનાં નેતા પરેશ ધાનાણી અને દિગ્ગજ પીઢનેતા શક્તિસિંહ ગોહિલ પણ જોડાવાના છે.