દિયોદર તાલુકાના વડીયા ખાતે ખેલ મહાકુંભ 2019 નોઅંતર્ગત તાલુકા કક્ષા ની કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરાયું.

0
175
ખેલ મહાકુંભ ૨૦૧૯ અંતર્ગત વિવિધ રમતોનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ વિવિધ રમતો અલગ અલગ તાલુકા કક્ષાની સ્થળ પર યોજવામાં આવે છે ત્યારે ગત તારીખ ૭/૯/૨૦૧૯ ના રોજ દિયોદર તાલુકાના વડીયા ખાતે તાલુકા કક્ષાના કબડ્ડી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કબડી સ્પર્ધામાં તાલુકામાંથી 125 થી વધારે ટીમો અલગ-અલગ વય જુથમાં ભાગ લઇ રમત માં સહભાગી બની હતી.
આ પ્રસંગે  રાજ્ય સરકાર ના , પુર્વ મંત્રી  અને જિલ્લા ભાજપ પ્રમુખ  કેશાજી ચૌહાણ, દિયોદર જીલ્લા પંચાયત  ના સદસ્ય નરશીભાઇ દેસાઈ  DSO કચેરી પાલનપુર કાપડી  સાહેબ HTAT મુખ્ય શિક્ષક રાજય સંઘના પ્રમુખ  ભદ્રસિંહ રાઠોડ, BRC કો. ઓ. મહેન્દ્રભાઈ ખત્રી, TPEO કચેરીના પ્રતિનિધિ ધીરુભાઈ દેસાઈ, , તાલુકા પ્રાથમિક શિક્ષક ઘટક સંઘના પ્રમુખ પી.કે. ઠાકોર અને મંત્રી ચેલાભાઈ ચૌધરી, જીલ્લા શિક્ષક મંડળીના વાઇસ ચેરમેન સોમાલાલ ઉપાધ્યાય, , ભેસાણા પગાર કેન્દ્ર શાળાના મુખ્ય શિક્ષક પરીમલભાઈ પટેલ, ગોવિંદભાઇ દેસાઈ, તથા ભેસાણા પગાર કેન્દ્ર શાળામાં સમાવિષ્ટ પેટા શાળાના મુખ્ય શિક્ષકશ્રીઓ તથા શિક્ષકોશ્રીઓ આ ઉપરાંત દિયોદર રમત ગમત સમિતિના કન્વીનર રાજુભાઈ દેસાઈ તથા સહ કન્વીનર અમરતભાઈ ભાટી, સહિત ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો…
આ ઉપરાંત ROTARY COMMUNITY CORP દિયોદરનાં સહયોગથી  રક્તદાન કેમ્પનું પણ આયોજન  કરવામાં આવ્યું હતું  જેમાં ૩૧ બોટલ દાન મળ્યું હતું.આ સ્પર્ધાનું આયોજન વડીયા પ્રાથમિક શાળા પરિવાર, શાળા વ્યવસ્થાપન સમિતિ તેમજ ગ્રામજનો ખડેપગે રહી ચાર હજારથી વધારે માણસોને ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
અહેવાલ : લલિત દરજી, CN24NEWS, દિયોદર, બનાસકાંઠા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here