વિશ્વ ઉમિયાધામ ખાતે મહાઆરતીનું આયોજન, પૂજાના મુખ્ય યજમાન પદ માટે 6 લાખની ઉછામણી થઈ

0
0

નવરાત્રીમાં જગત જનનની મા ઉમિયાની ઉપસાના માટે આઠમના આ શ્રેષ્ઠ દિવસે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા વિશ્વ ઉમિયાધામ મંદિર- જાસપુર, અમદાવાદ ખાતે મહાયજ્ઞ અને મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે શનિવારે બપોરે 3 વાગ્યાથી મહાયજ્ઞની શરૂઆત થશે ત્યારબાદ સાંજે 6 વાગ્યે મહાપૂજાનું આયોજન કરાયું છે. અને સાંજે 8 વાગ્યે જગત જનની મા ઉમિયાની મહાઆરતીનું આયોજન કરાયું છે. મા ઉમિયાની મહાઆરતી અને મહાયજ્ઞના મુખ્ય યજમાન પદ માટે ઉછામણી થઈ હતી જેમાં ઉદયભાઈ છબીલદાસ પટેલે 6 લાખ રૂપિયા મા ઉમિયાના ચરણોમાં ધરી મહાયજ્ઞનો લાભ લીધો છે.

સમગ્ર મહાયજ્ઞનું સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, અમદાવાદ દ્વારા વિશ્વ ઉમિયાધામ મંદિર- જાસપુર ખાતે યોજાનારા સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ ફેસબુક અને યુ ટ્યુબ ઉપર બપોરે 3:00 થી રાત્રે 9.00 વાગ્યા સુધી થશે. સમગ્ર વિશ્વમાં રહેતા ગુજરાતીઓ આ લાઈવ પ્રસારણ દ્વારા માતાજીના મહાયજ્ઞના દર્શનનો લાભ લઈ શકશે.

શક્તિ ઉપાસના માટે આઠમનું નોરતું શ્રેષ્ઠ

આસો સુદ નવરાત્રિનું આઠમું નોરતું એટલે જગત જનની મા ઉમિયાની ઉપાસનાનો શુભ દિવસ. સનાતન ધર્મની પરંપરાઓ મુજબ આસો નવરાત્રિના નવેય દિવસમાંથી આઠમાં નોરતાને શક્તિ ઉપાસનાનું સૌથી શ્રેષ્ઠ નોરતું ગણાવાયું છે. શાસ્ત્રોમાં જગત જનની મા ઉમિયાને મહાગૌરી સ્વરૂપે વર્ણવાયા છે. એટલે આઠમાં નોરતે મહાગૌરી ભગવાન શિવની અર્ધાંગીનીની મહાપુજા થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here