Friday, February 14, 2025
Homeગાંધીનગર GANDHINAGAR : આરટીઓમાં ફરી લર્નિંગ લાયસન્સ માટેના ટેસ્ટ લેવાય તેવું આયોજન

GANDHINAGAR : આરટીઓમાં ફરી લર્નિંગ લાયસન્સ માટેના ટેસ્ટ લેવાય તેવું આયોજન

- Advertisement -

ગાંધીનગર આરટીઓ મોડેલ આરટીઓ તરીકે રાજ્યમાં પ્રસ્થાપીત છે તેવી સ્થિતિમાં અહીંથી કરવામાં આવેલા અખતરા અને પ્રયોગો સુધારા વધારા કરીને સમગ્ર રાજ્યની આરટીઓ કચેરીમાં અમલી બનાવવામાં આવે છે. ત્યારે હવે અગાઉ જે આરટીઓમાં કોમ્પ્યુટર ટેસ્ટ લઇને લર્નીંગ લાયસન્સ આપવામાં આવતા હતા તે ટેસ્ટ ફરી આરટીઓમાં લેવાય તેવું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

રાજ્ય સરકાર દ્વારા આરટીઓની મોટાભાગની સેવા-જવાબદારીઓ અન્ય વિભાગને કે તેનું ખાનગીકરણ કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે પાકા લાયસન્સની મહત્વની કામગીરી જ આરટીઓ પાસે રહી છે તેવી સ્થિતિમાં લર્નીંગ લાયસન્સની જવાબદારી પણ ફરી આરટીઓને સોંપવા માટેનો તખ્તો સરકારકક્ષાએ તૈયાર થઇ રહ્યો છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, આગામી દિવસોમાં અજદાર કોઇ પણ જગ્યાએ ગયા વગર ઓનલાઇન જ લર્નીંગ લાયસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ આપી શકે તેવી સિસ્ટમ અમલી બનનાર છે સાથે સાથે આઇટીઆઇ અને પોલીટેકનીક ખાતે જે કોમ્પ્યુટર ટેસ્ટ લેવામાં આવતી હતી તે ટેસ્ટ આરટીઓમાં પણ લેવાય તે માટે પણ ગતિવીધીએ ચાલી રહી છે. આ માટે ગાંધીનગર આરટીઓ ખાતે પણ લર્નીંગ લાયસન્સ માટેની અલાયદી જગ્યાને યોગ્ય કરવામાં આવી રહી છે.

અહીં કોમ્પ્યુટર સહિતની વિવિધ સિસ્ટમ તથા સીસીટીવી સજ્જ રૃમ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જે નજીકના ભવિષ્યમાં જ શરૃ કરવામાં આવનાર હોવાનું પણ સુત્રોમાંથી માહિતી મળી રહી છે. હવે આરટીઓમાં લર્નીંગ લાયસન્સ માટેની ટેસ્ટ લેવાનું શરૃ થયા બાદ આઇટીઆઇ અને પોલીટેકનીકમાં કોમ્પ્યુટર ટેસ્ટની સુવિધા શરૃ રાખવામાં આવે છે કે નહીં તે તો જોવુ જ રહ્યું.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular