વેજિટેરિયન્સ માટે પ્લાન્ટ બેઝ્ડ નોનવેજ:IIT દિલ્હીની લેબમાં મીટ અને માછલી બનાવી, સ્વાદ અને પોષણમાં બિલકુલ નોનવેજ જેવી

0
13

કોઈને કુપોષણની સમસ્યા છે, તો કોઈને ડોક્ટરે નોનવેજ ખાવાની સલાહ આપી છે. જોકે જે પરિવારમાં માંસ, માછલી અને ઈંડાં ખાવામાં આવતાં નથી એવા લોકોની મુશ્કેલી વધે છે. આ વાતને ધ્યાનમાં રાખીને IIT દિલ્હીએ પ્લાન્ટ બેઝડ મીટ અને માછલી તૈયાર કરી છે. એને વેજિટેરિયન લોકો પણ ખાઈ શકે છે.

ખાસ વાત એ છે કે આઈઆઈટી દિલ્હીના સેન્ટર ફોર રુરલ ડેવલપમેન્ટ એન્ડ ટેક્નોલોજીએ જે મીટ તૈયાર કર્યું છે એનો સ્વાદથી માંડીને સુંગધ બધું જ અસલી મીટ જેવું જ છે. એને મોક મીટ કહેવાઈ રહ્યું છે. છેલ્લાં બે વર્ષથી IIT દિલ્હીનાં પ્રોફેસર કાવ્યા દશારા અને તેમની ટીમ પોષક અને સુરક્ષિત પ્રોટીન પ્રોડક્ટ પર કામ કરી રહી છે.

પ્રોફેસરને UNનો અવૉર્ડ પણ મળશે
પ્રો.કાવ્યાને યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ(UNDP) તરફથી મોક એગના ઈનોવેશન માટે પુરસ્કાર પણ મળી ચૂક્યો છે. આ પ્રોડક્ટ માટે UNનની ટીમે IIT દિલ્હીમાં વિઝિટ કરી હતી અને આ વેજિટેરિયન ઈંડાંને રાધવામાં આવ્યાં હતાં.

કાવ્યા કહે છે, મીટ પ્રોટીન દાળના પ્રોટીનથી સારું છે. જોકે હવે તેના પ્રોડક્શન માટે હાર્મોન વગેરેનો ઉપયોગ થઈ રહ્યો છે અને એ સુરક્ષિત નથી. એક અભ્યાસમાં એ વાત જાણવા મળી છે કે કેટલાક અનાજોમાં પ્રોટીન બિલકુલ મીટ પ્રોટીન જેટલું જ હોય છે. એનિમલ પ્રોટીનમાં બાઈટ સાઈઝ અને માઉથ ફીલ સારું હોય છે.

બંગાળીઓ પણ ન ઓળખી શકયા કે આ અસલી માછલી નથી
પોતાની આ પ્લાન્ટ બેઝ્ડ મીટ અને માછલીની ટ્રાયલ માટે પ્રોફેસર કાવ્યાએ બંગાળ અને પૂર્વાંચલના લોકોને બોલાવ્યા હતા, જે લોકો લગભગ રોજ માછલી ખાય છે.

આ બ્લાઈડન્ડ ટેસ્ટિંગ હતું. તેમણે તેને માછલી જ ગણાવી અને એને ભાત સાથે જમી. કોઈપણ એ વાત જાણી શકયું નહિ કે આ માછલી નથી. ખાસ વાત એ છે કે આ મોક માછલીથી ઓમેગા થ્રીની જરૂરિયાત પણ પૂર્ણ થશે.

ચિકન માટે તેમણે બર્ગર, બન અને રોલમાં પણ એનો ટ્રાય કર્યો. હાલ ટીમ ઈન્ડસ્ટ્રીના હિસાબથી એને તૈયાર કરવાનો પ્રયત્ન કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here