દિયોદર : વૃક્ષયજ્ઞ ૨૦૨૦ અંતર્ગત VSSM સંસ્થા દ્રારા સોનેથ ગામે ૧૦૦૦ વૃક્ષોનું વાવેતર.

0
3
સોનેથ ગામના ઠાકોર સમાજ ની સમશાન ભૂમિને હરિયાળી બનાવવાનો સંકલ્પ.
વૃક્ષો વાવો વરસાદ લાવો અંતર્ગત આજે સુંઇગામ તાલુકા ના સોનેથ ગામે વિચરતા સમુદાય સમર્થન મંચ (vssm) અને સોનેથ ગામના ઠાકોર સમાજ ના સહયોગથી આજે તારીખ ૧૯/૦૭/૨૦૨૦ ને રવિવાર ના રોજ ઠાકોર સમાજ ની પવિત્ર ધામ કહી શકાય તેવી સમશાન ભૂમિ માં ૧૦૦૦ વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યુ હતુ.
આજના આ વૃક્ષા રોપણ ના આયોજન માં વૃક્ષો ની દેખરેખ અને માવજત ની કાળજી લેવા માટે ઠાકોર પ્રતાપજી ની નિમણુંક કરવામાં આવી અને તેમને ત્રણ વર્ષ માટે વૃક્ષોનું જતન કરવા બદલ vssm સંસ્થા દ્રારા મહિને ૨૦૦૦ રૂપિયા મહેનતાણું આપવાની જવાબદારી લીધી હતી,આમ મહિને સંસ્થા દ્રારા ૨૦૦૦ રૂપિયા અને ઠાકોર સમાજ દ્રારા મહિને ૩૦૦૦ રૂપિયા આપવાની જવાબદારી સમાજે પોતાને શિરે લયી ને વૃક્ષ મિત્ર ના પરિવાર નું ધ્યાન રાખી એક સરાહનીય કાર્ય કર્યું છે,
આજના આ વૃક્ષા રોપણ અંતર્ગત લીમડો,ગુલ મહોર,લીંબુ,જાંબુ,જામફળ,પીપળો,બિલ્લી પત્ર,કણજી , સાદુળ, ઉમરો, સીતાફળ, આંબલી, વિગેરે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યુ હતુ.
આજના આ વૃક્ષારોપણ કાર્યક્રમ માં ગામના સરપંચ શ્રી જાડેજા રણજિત સિંહ, જાગૃત નાગરિક અમૃતજી  બનાસકાંઠા સંયોજક શ્રી નારણભાઇ,અને vssm ના સુંઇગામ ઇન્ચાર્જ ભગવાનભાઈ અને સોનેથ ઠાકોર સેના ના પ્રમુખ મહેશજી,અને તેમની ટિમ તલાજી,મુકેશજી,સોમાજી,દસરતજી,માદેવજી,બલદેવજી, નરેશજી,ઇસવરજી , ભરતજી, અશોકજી, મુકેશજી,સોમાજી, વિગેરે નામી અનામી યુવા ટિમ હાજર રહ્યાં હતાં અને આ વૃક્ષા રોપણ કાર્યક્રમ ની સરાહનીય કામગીરી માં સહભાગી થયાં હતા.
વધું મા ગામના જાગૃત નાગરિક શ્રી અમૃતજી ઠાકોર  (પત્રકાર) એ જણાવ્યું હતુ કે આ વાવેલ વૃક્ષોનું અમો સતત ત્રણ વર્ષ સુધી તકેદારી રાખી સમાજ ની સમશાન ભૂમિ ને હરિયાળી કૈલાસ ભૂમિ બનાવવા પૂરા પ્રયત્નો કરીશું…..
અહેવાલ : લલિત દરજી દિયોદર, CN24NEWS, બનાસકાંઠા