Categories
સુરત

સુરત : પોલીસ કમિશનર કચેરીમાં પ્લાઝમા ડોનેટ સેન્ટર શરૂ કરાયું, કોરોનામુક્ત થયેલા 22 કર્મીઓએ તૈયારી બતાવી

કોરોના સંક્રમણનો ભોગ સામાન્ય લોકોની સાથે કોરોના વોરિયર્સ પણ બન્યા છે. કોરોના ચેપનો ભોગ બનવામાં પોલીસ કર્મચારીઓ પણ બાકાત રહ્યા નથી. સુરત શહેરમાં પોલીસ બેડાના 67 જેટલા પોલીસ કર્મચારીઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈને સાજા થયા છે. હવે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ આગામી દિવસમાં પ્લાઝ્મા ડોનેટ કરીને માનવતા મહેકાવવાનું કાર્ય કરશે. જેના માટે સુરત પોલીસ કમિશનર કચેરીમાં પ્લાઝ્મા ડોનેટ સેન્ટર પણ શરુ કરી દેવામાં આવ્યું છે. જેમાં પ્રારંભિક તબક્કે 22 પોલીસકર્મીઓએ પ્લાઝમા દાન કરવા તૈયારી દર્શાવી છે.

ટેસ્ટિંગ બાદ પ્લાઝમા અપાશે
સુરત શહેરના નાગરિકોની સુરક્ષા કરતા પોલીસ કર્મચારીઓ દ્વાર પ્લાઝ્મા ડોનેટ કરવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવનાર છે. જીવલેણ કોરોના મહામારીની સામે ઝઝૂમી રહેલ લોકો માટે સુરત પોલીસ દ્વારા પ્લાઝ્મા ડોનેટ કરવાનું સરાહનીય કાર્ય શરુ કરવામાં આવશે. સુરત શહેર પોલીસ ખાતામાંથી કુલ 22 જેટલા પોલીસ જવાન અને પોલીસ અધિકરીઓએ પ્લાઝ્મા ડોનેટ કરવાની તૈયારી બતવી છે. જેઓના ટેસ્ટિંગ બાદ આ દરેક પોલીસ કર્મચારી તેમના પ્લાઝ્માનું ડોનેટ કરશે.

એન્ટિબોડી ડેવલપ થયા હશે તે પ્લાઝમા આપશે
22 પોલીસકર્મીઓ પ્લાઝમા ડોનેટ કરવાની તૈયારી દર્શાવતા પોલીસ કમિશનર કચેરી ખાતે જ સેન્ટર શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વિષેની માહિતી ઉચ્ચ પોલીસ અધિકરીએ આપી હતી તેમણે જણાવ્યું હતું કે,જેમના શરીરમાં એન્ટી બોડી ડેવલપ થયા હશે તેમના પ્લાઝમા લેવામાં આવશે.આ સમગ્ર અભિયાન માટે પોલીસના ઉચ્ચ અધિકરીઓએ સુરત હેલ્થ ડિપાર્ટમેન્ટ અને મનપા સાથે ચર્ચા વિચારણા પણ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *