Thursday, February 6, 2025
Homeપ્લાસ્ટિક બોટલ્સને રિસાયકલ કરી ટી-શર્ટ બનાવવામાં આવે છે, 700 આઉટલેટ્સમાં દર મહિને...
Array

પ્લાસ્ટિક બોટલ્સને રિસાયકલ કરી ટી-શર્ટ બનાવવામાં આવે છે, 700 આઉટલેટ્સમાં દર મહિને 40 હજાર આઇટમ્સ વેચાય છે

- Advertisement -

પ્લાસ્ટિકનું ચલણ બહુ વધી જતા પર્યવરણ પ્રદૂષિત થઈ રહ્યું છે. પીવાનું પાણી પણ આપણે પ્લાસ્ટિકની બોટલમાંથી પીએ છીએ અને એ બોટલ ખાલી થાય કે તરત તેને ફેંકી દઇએ છીએ. આ પાણીની બોટલના ફોર્મમાં તેનું પ્લાસ્ટિક આપણા પર્યાવરણને બહુ નુકસાન પહોંચાડે છે. ત્યારે વાતાવરણ અને મનુષ્યને દૂષિત કરતાં પ્લાસ્ટિકને સારા કામમાં ઉપયોગી બનાવવા રોશન બૈદ અને રવીશ નંદા ‘એલ્સિસ સ્પોર્ટ્સ’ નામનું એક સ્ટાર્ટઅપ શરૂ કર્યું છે. તેઓ પ્લાસ્ટિકની બોટલ્સને રિસાઇકલ કરીન કૂલ ટી-શર્ટ્સ બનાવે છે. આ ટી-શર્ટ્સ શરીરને ઠંડક તો આપે જ છે. પરંતુ સાથે તેનું ફેબ્રિક પણ બહુ નરમ હોય છે.

અહીંથી આઇડિયા આવ્યો
આજકાલ સારા સ્પોર્ટસવેરની માગ મેટ્રો, નાનાં શહેરોથી પસાર થતી ગામડાં સુધી ઝડપથી વધી રહી છે. આ જોઇને રોશન અને રવીશને સ્પોર્ટ્સ વેર બનાવાનો આઇડિયા આવ્યો. જો કે, તેમના મનમાં પહેલેથી પર્યાવરણને લઇને કંઇક કરવાની ઈચ્છા હતી તેથી તેમણે સ્ટાર્ટઅપ આઇડિયા એવો વિચાર્યો જેનાથી પ્રકૃતિને બચાવી શકાય. માર્કેટમાં રિસર્ચ કર્યાં બાદ તેમને પ્લાસ્ટિકની બોટલ્સને રિસાઇકલ કરીને ટી-શર્ટ્સ બનાવાનો આઇડિયા આવ્યો. તેમણે આ આઇડિયા પર ઘણું રિસર્ચ કરાવ્યું. સંશોધકોનું માનવું હતું વેડફાયેલાં પ્લાસ્ટિકથી બનેલા સસ્તા રેસાઓથી તૈયાર થયેલાં કપડાં શરીરને ઠંડું કરે છે. આવા કપડા શરીરને ઠંડક આપે છે. સુતરાઉ કાપડની જગ્યાએ આ ફેબ્રિક આશરે ચાર ડિગ્રી ફેરનહીટ ઠંડક આપે છે.

700 આઉટલેટ્સમાં દર મહિને 40 હજાર આઇટમ્સ વેચાય છે
અત્યારે એલ્સિસ સ્પોર્ટ્સ કંપની પોતાના વિવિધ સેલિંગ પ્લેટફોર્મથી દેશના 700 આઉટલેટ્સમાં દર મહિને એછામાં ઓછી 40 હજાર આઇટમ્સ વેચી રહી છે. તેમની મનપસંદ પ્રોડક્ટ્સ લાઇફ સ્ટાઇલ, સુપર સ્ટોપ, સેન્ટ્રલ, ગ્લોબસ, સ્પોર્ટ સ્ટેશન નામના મોટા સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. આ સ્ટાર્ટઅપની પ્રોડક્ટ્સ ઓનલાઇન રીટેલ વેબસાઇટ પરથી પણ ખરીદી શકાય છે. નવી દિલ્હી, મુંબઈ, કોચીન, જયપુર, ગુવાહાટી, બેંગલુરુ, ગોવા, બાગરુ અને કુરુક્ષેત્રમાં પણ તેના કુલ 11 એક્સક્લુઝિવ સ્ટોર્સ આવેલા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular