સુરત : પ્લાસ્ટિક ફ્રી શહેર ઝૂંબેશ, પાલિકાની દૂધની થેલી પર પ્રતિબંધની તૈયારીઓ શરૂ

0
0

સુરતઃ શહેરને પ્લાસ્ટિક ફ્રી શહેર તરફ આગળ લઇ જવા પાલિકાએ ઝુંબેશ હાથ ધરી છે ત્યારે હવે દૂધની થેલીઓ પર પ્રતિબંધ મૂકવાનો તખ્તો તૈયાર થઇ ગયો છે. પાલિકા કમિશનર બંચ્છાનિધી પાનીએ જણાવ્યું કે, દૂધની થેલી પ્લાસ્ટીકની હોવાથી તેને પરત લેવા માટે દૂધ ઉત્પાદક મંડળીએ વ્યવસ્થા ઉભી કરવી પડશે.

શાસકો મગનું નામ મરી પાડવા તૈયાર નથી
પાલિકા કમિશનર બંચ્છાનિધી પાનીએ સુરતમાં ચાર્જ લેવાના સમયે જ મીડિયા સમક્ષ શહેરમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધનો કડક અમલ કોઇપણ જાતની શેહશરમ રાખ્યા વગર કરવામાં આવશે એવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો. જેના અમલ સંદર્ભે હવે પાલિકાએ દૂધની થેલી પર પ્રતિબંધ મૂકવા તજવીજ હાથ ધરાઇ છે. શહેરમાં વિવિધ દૂધ ઉત્પાદક મંડળીઓ મળી દૈનિક લાખો દૂધની થેલીઓનું વેચાણ થાય છે. જેથી હવે દૂધ ઉત્પાદક મંડળીઓએ થેલીઓ પરત લઇને રિસાઇક્લિંગ માટેની વ્યવસ્થા ઉભી કરવી પડશે તેમજ અન્ય કોઇ વિકલ્પ શોધવા પડશે. આ મુદ્દે આજે પાલિકા સાથે દૂધ ઉત્પાદક મંડળીની બેઠક પણ યોજાનાર છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સિંગલ હેન્ડ યુઝ પ્લાસ્ટિક પર અમદાવાડ, વડોદરા શહેરમાં પ્રતિબંધ મુકી દેવાયો છે પરંતુ સુરતમાં વેપારીઓએ વિરોધ કરતા હાલમાં કામગીરી બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં વહીવટીતંત્ર દ્વારા સિંગલ હેન્ડ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધની દરખાસ્ત મંજૂરી માટે શાસકોને કરી દીધી છે પરંતુ શાસકો મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here