ગાંધી જયંતી : સુરતમાં પાલિકા દ્વારા પ્લાસ્ટિક નાબૂદી માટે રેલી કાઢવામાં આવી

0
0

સુરતઃ આજે બીજી ઓક્ટોબર ગાંધી જયંતી નિમિત્તે આજથી આખા ભારત વર્ષમાં પ્લાસ્ટિક નાબૂદી માટે એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આજ રોજ લેકવ્યુ ગાર્ડનથી ચોક બજાર ગાંધી પ્રતિમા સુધી એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું . આ રેલીમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાની સહિત સુરત મહાનગરપાલિકાના મોટી સંખ્યામાં કર્મચારીઓ હાજર રહ્યા હતા. રેલીને પાલિકા કમિશનરે લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here