ગોંડલ ના વોરાકોટડા રોડ પર પ્લાસ્ટિકનો કચરો સળગાવી પ્રદૂષણ ફેલાવાતું હોય લત્તાવાસીઓ પરેશાન

0
52

ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલ વિજયનગર સોસાયટીની સામે એક બિનઅધિકૃત કારખાનામાં તેલના ખાલી ડબ્બા સાફ કરવા માટે પ્લાસ્ટિકનો કચરો સળગાવાતો હોય જેના કારણે ઉદભવતા પ્રદૂષણથી લતાવાસીઓ પરેશાની ભોગવી રહ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ રાજ્ય અને કેન્દ્ર સરકાર દેશમાં પ્લાસ્ટિકથી થતુ પ્રદૂષણ અટકે તે માટે ઘણી જાહેરાતો અને નિયમો બનાવી રહી છે ત્યારે તેનો સરેઆમ ભંગ ગોંડલના વોરાકોટડા રોડ પર વિજયનગર સોસાયટીની સામે આવેલ બિનઅધિકૃત કારખાનામાં થતો હોય વિજયનગરમાં રહેતા દીપકભાઈ વઘાસિયા, ધરમભાઈ બાવરીયા, કિશોરભાઈ ચાવડા, જયદેવભાઈ લાખાણી તેમજ અશોકભાઈ કોટડીયા સહિતનાઓ દ્વારા પાલિકાના સત્તાધીશોને અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં પણ કારખાનામાં પ્રદૂષણ અટકતું ના હોય લોકો આગામી દિવસોમાં ગાંધી ચીંધ્યા રાહે આંદોલનનો માર્ગ અપનાવનાર છે.

દીપકભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું કે ઉપરોક્ત ડબ્બા ધોવાનું કારખાનુ બિનઅધિકૃત છે ખરેખર અહીંયા રહેણાક વિસ્તાર હોવા છતાં પણ કેટલાક ઉદ્યોગપતિઓ દ્વારા આ કારખાનું ભાડે આપી દેવામાં આવ્યું છે અને અહીં રહેતા શ્રમિકો દ્વારા વ્યાપક પ્રમાણમાં પ્લાસ્ટિક સળગાવી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે સોસાયટી ની પાસે બે થી ત્રણ સ્કૂલો પણ આવેલ છે જ્યાં ભણતા વિદ્યાર્થીઓને પણ પ્રદૂષણની અસર થઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here