સુરત : રેલવે સ્ટેશન પર લોકોના ટોળાં એકઠાં ન થાય માટે પ્લેટોફોર્મ ટીકિટના ભાવ 50 રૂપિયા

0
22

સુરતઃકોરોના વાઈરસની અસર ભારતમાં વધી રહી છે ત્યારે રેલવે વિભાગ દ્વારા તકેદારીના ભાગરૂપે સ્ટેશન પર લોકોના ટોળાં એકઠાં ન થાય તે માટે નિર્ણય કરવામાં આવ્યો છે. મુસાફરોને લેવા અને મુકવા આવતાં લોકોની સંખ્યા ઘટાડવા માટે રેલવે વિભાગ દ્વારા પ્લેટફોર્મ ટીકિટના 50 રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્લેટફોર્મ ટીકિટના ભાવ વધારો 17મી માર્ચના મધરાતથી અમલી બનીને અનિશ્ચિત કાળ માટે લાગુ કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.

દેશભરમાં નિયમ અમલી બનશે

સુરત રેલવે સ્ટેશનના પીઆરઓ ખીમજી મીણીએ જણાવ્યું હતું કે, દેશના રતલામ સહિતના ડિવિઝન દ્વારા પ્લેટફોર્મ ટીકિટનો ભાવ વધારો આજથી અમલી કરી દેવામાં આવ્યો છે. સુરત રેલવે સ્ટેશન પર આજ (મંગળવાર)મધરાતથી રૂપિયા 10ની જગ્યાએ 50 રૂપિયા પ્લેટફોર્મ ટીકિટના રૂપિયા કરી દેવામાં આવશે. જેથી કોરોના ઈફેક્ટ વચ્ચે રેલવે સ્ટેશન પર લોકોની સંખ્યાને ઘટાડી શકાય. રેલવે સ્ટેશન પર આ ભાવ વધારો ક્યાં સુધી અમલમાં રહેશે તે અંગે હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here