ખેલાડી સતર્ક : એન્ડરસને પોતાના આ ટ્વીટમાં સાથી બોલર સ્ટુઅર્ટ બ્રોડને ‘લેસ્બિયન’ તરીકે સંબોધ્યો

0
1

ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ફાસ્ટ બોલર ઓલી રૉબિન્સનને વિવાદાસ્પદ ટ્વીટને પરિણામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. રૉબિન્સનની સામે જે પ્રમાણે કાર્યવાહી હાથ ધરાઈ હતી ત્યારપછી ઈંગ્લેન્ડ ક્રિકેટમાં હોબાળો મચી ગયો હતો. ધીરે-ધીરે ઘણા ખેલાડીઓના નામ પણ સામે આવી રહ્યા છે, જે આની પહેલા પણ વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી ચૂક્યા છે.

ECBએ આવા ખેલાડીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તૈયારીઓ હાથ ધરી દીધી છે. ECBની પ્રતિક્રિયાઓથી ઈંગ્લેન્ડના ખેલાડીઓ ભયભીત થઈ ગયા છે અને તેઓ પોતાના ટ્વીટને ડિલિટ કરી રહ્યા છે. જેમાં દિગ્ગજ બોલર જેમ્સ એન્ડરસને પણ 11 વર્ષ પહેલા પોસ્ટ કરેલા વિવાદાસ્પદ ટ્વીટને ડિલિટ કરી દીધું હતું.

એન્ડરસને પોતાના આ ટ્વીટમાં સાથી બોલર સ્ટુઅર્ટ બ્રોડને ‘લેસ્બિયન’ તરીકે સંબોધ્યો હતો. આ ટ્વીટ એણે 2010માં કર્યું હતું. ત્યારે એણે બ્રોડને લખ્યું હતું કે મેં આજે પ્રથમ વેળા નવી હેરસ્ટાઈલ જોઈ. આ અંગે હું નિશ્ચિત નથી. મને લાગ્યું કે હું કોઈ 15 વર્ષની લેસ્બિયનને જોઈ રહ્યો છું.

એન્ડરસનનો ઘટસ્ફોટ
આ ટ્વીટ અંગે એન્ડરસને કહ્યું હતું કે મારા માટે આ 10-11 વર્ષ પહેલાની ઘટના છે. હું એક વ્યક્તિના રૂપમાં બદલાઈ ચૂક્યો છું. મને લાગે છે કે આજ મુશ્કેલી છે, પાસાઓ બદલાતા રહે છે અને તમે ભૂલો પણ કરતા રહેતા હોવ છો.

આ ખેલાડીઓ પણ વિવાદિત ટ્વીટ કરી ચૂક્યા છે
જેમ્સ એન્ડરસન સિવાય મોર્ગન, જોસ બટલર, જૉ રૂટ સહિત ઈંગ્લેન્ડના ઘણા સ્ટાર ખેલાડીઓ વિવાદિત સોશિયલ મીડિયા પોસ્ટ અપલોડ કરી ચૂક્યા છે. આ તમામ પોસ્ટ અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે. મોર્ગન અને જોસ બટલર ભારતીયોની મજાક ઉડાવતી ટ્વીટ કરવાને કારણે ECBની તપાસ હેઠળ છે.

એક મેચમાં એલેક્સ હેલ્સે સદી નોંધાવ્યા પછી, બટલરે એમના માટે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. એણે લખ્યું હતું કે તમે ઘણી સુંદર બેટિંગ કરી રહ્યા છો, સર. ત્યાં મોર્ગને એક ટ્વીટમાં લખ્યું કે બટલર એમના પ્રિય ખેલાડી છે.

2012-13ની પોસ્ટને કારણે વિવાદ સર્જાયો
રોબિન્સનને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધની 2 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમની પ્લેઈંગ-11માં સ્થાન આપવામાં આવ્યું હતું. તેની આ ડેબ્યુ મેચ હતી. તેને જેવો પ્લેઈંગ-11માં સામેલ કરાયો ત્યારથી જ તેની 2012-13માં અપલોડ કરવામાં આવેલી પોસ્ટ વાઈરલ થઈ ગઈ હતી. ત્યાર પછી ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે આને ગંભીર મુદ્દો જણાવીને તપાસ આદરી હતી અને એની સાથે રોબિન્સનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો.

રોબિન્સને માફી માગી
27 વર્ષીય રૉબિન્સને પણ આ ટિપ્પણીની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું હતું કે તેણે તરુણાવસ્થામાં સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્રકારની વંશીય ટિપ્પણી કરી હતી અને આ અંગે હું માફી પણ માગું છું. તેણે દુઃખ પ્રગટ કર્યું હતું કે ડેબ્યુ મેચ પછી 8 વર્ષ જૂની પોસ્ટ વાઈરલ થઈ અને આ પ્રમાણેની સમગ્ર ઘટના પરિણમી. રૉબિન્સને કહ્યું હતું કે હું એ સમયે સમજણો નહોતો અને ઉંમરમાં પણ નાનો હોવાથી આ પ્રકારની ટિપ્પણી કરી હતી. જોકે ત્યાર પછી મેં માફી માગી લીધી હતી. હવે હું સમજણો થઈ ગયો છું અને મને ખબર છે કે મારે આગળ શું કરવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here