અંબાજી શક્તિપીઠ મા PUC ના નામે ઉઘાડી લૂંટ, 20 રૂપિયા ની પાવતી આપી લેવાય છે રૂપિયા 50

0
0
ગુજરાત ના સૌથી મોટા શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહામેળો પૂર્ણ થયા બાદ અંબાજી ના લોકો હવે પોતાના વાહનો ની પીયુસી કઢાવવા માટે દાંતા રોડ ઉપર આવેલા એક ખાનગી કોમ્પલેક્ષ મા  જાય ત્યારે અહીં તેમને વાહન ના કાયદેસર થતા રૂપિયા કરતા વધુ રૂપિયા લેવાઈ રહ્યા ની બુમ  ઉઠવા પામી છે અહીં પીયુસી ના કેટલા રૂપિયા લેવાશે તેવું બોર્ડ મારવામાં આવ્યું નથી અને ગ્રાહકો ને 20 ની પાવતી આપવામાં આવે છે અને સામે 50 રૂપિયા લેવાઈ રહ્યા હોવાની બુમરાડ ઉઠવા પામી છે ,બનાસકાંઠા જીલ્લા મા 2 લાખ વાહનો માટે માત્ર 16 પીયુસી સેન્ટરો આવેલા છે ત્યારે ગુજરાત ના સૌથી મોટા શક્તિપીઠ મા ગ્રાહકો પાસે થી 20 ની પાવતી ના 50 રૂપિયા ટુ  વિલ્હર દીઠ લેવાઈ રહ્યા ની બુમો ઉઠવા પામી છે સામે ફોર વિલ્હર ના 50 ની પાવતી સામે 100 રૂપિયા પડાઈ રહ્યા હોવાની બૂમો ઉઠવા પામી છે.
અંબાજી માં અંબા નું પવિત્ર ધામ હોઈ અહીં દુર દુર થી લોકો માતાજી ના દર્શન કરવા આવે છે પણ અહીં છેલ્લા કેટલાય દિવસો થી દાંતા રોડ ઉપર આવેલા ડીસા વાળા કાકા ના કોમ્પલેક્ષ  મા પીયુસી કાઢવાનું સેન્ટર શરુ કરવામા આવેલ છે અહીં આવતા ગ્રાહકો ને ભાવ પત્રક બતાવવામા આવતુ નથી અને અહી હાજર સંચાલકો જાણે ઉઘાડી લૂંટ કરવા આવ્યા હોય તેરીતે ગ્રાહકો સાથે ગેર કાયદેસર લૂંટ ચલાવી રહ્યા છે અને ઓછી કિંમત ની પાવતી આપી રહ્યા છે અંબાજી આવતા નેતાઓ ભ્રસ્ટાચાર હટાવવા ની વાતો કરે છે પણ આવા સેન્ટરો પર જઈ હલ્લા બોલ કરતા નથી અંબાજી ના લોકો એ હવે જાગૃત થવાની જરૂરત છે આવા સેન્ટરો પર ચલાવતી ઉઘાડી લૂંટ નો ઉગ્ર વિરોધ કરી તેની ફરીયાદ આરટીઓ વિભાગ ને કરે.
ડીસા ખાતે પણ પીયુસી ના નામે ઉઘાડી લુંટ ચાલે છે જેની ફરીયાદ પણ થઇ હોવાની વાત બહાર આવી છે ત્યારે અંબાજી માં અંબા ના ધામ મા રહેતા માતાજી ના ભક્તો સાથે જે રીતે ઉઘાડી લૂંટ થઇ રહી છે તે બાબત ગંભીર બાબત છે બનાસકાંઠા કલેક્ટર આજ માર્ગ થી પસાર થતા હોય છે તો પછી તેવો કેમ આ બાબતે કંઈ  ઘટતુ  કરતા નથી ,ભાદરવી મેળા દરમિયાન પ્લાસ્ટીક અને સફાઈ બાબતે ધ્યાન આપનારા વહીવટી તંત્ર ને કેમ આ પીયુસી સેન્ટર દેખાતું નથી આજે પણ તંત્ર દ્વારા પ્લાસ્ટીક માટે ઝુમ્બેશ ચલાવાઈ હતી જેના કારણે કેટલાય વેપારીઓ પાસે થી દંડ પણ લેવામાં આવ્યો હતો અને ઝભલા પણ જપ્ત કરી લેવામાં આવ્યા હતા
રિપોર્ટર : મહેશ સેનમા, CN24NEWS, અંબાજી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here