PMની હાજરીમાં સર્વપક્ષીય બેઠક, “એક દેશ, એક ચૂંટણી” પર થઇ ચર્ચા, આ પક્ષોએ ન લીઘો ભાગ

0
18

  • CN24NEWS-20/06/2019
  • લોકસભાની ચૂંટણી બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે સંસદ ગૃહ સંકુલમાં તમામ રાજકીય પક્ષો સાથે સહકાર સાધવાનાં ભાગ રુપે સર્વ પક્ષીય બેઠક બોલાવી હતી.  બેઠકમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પક્ષે તેમજ TMCએ ભાગ લીધો ન હતો. પીએ મોદીની અધ્યક્ષતામાં  ‘એક દેશ એક ચૂંટણી’ સહિત અનેક મુદ્દાઓ પર ઓલ પાર્ટી બેઠક યોજી સર્વ સમંતી સાધવાની કોશિશ કરવામાં આવી હતી. સંસદમાં ચૂંટાયેલા તમામ રાજકીય પક્ષોના પ્રમુખોને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. બપોરે શરૂ થયેલી મીટિંગમાં એનડીએનાં સાથીદાર શિવસેનાના પ્રમુખ ઉધ્વ ઠાકરેના શિવસેનાનો સ્થાપના દિવસ હોવાનાં કારણે સામેલ થઇ શક્યા ન હતા.  .
  • બેઠકમાં PM મોદી ઉપરાંત ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, રોડ ટ્રાન્સપોર્ટ પ્રધાન નીતિન ગડકરી, જેડી-યુ પ્રમુખ નિતીશ કુમાર, આરપીઆઇ પ્રમુખ રામદાસ આઠવલે અને અપના દળના પ્રમુખ આશિષ પટેલ સમાવેશ થાય હતા. તો  બીજેડીના પક્ષ પ્રમુખ નવીન પટનાઇક  અને AIMIMનાં પ્રમુખ ઓવૈસી, પીપીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી, નેશનલ કોન્ફરન્સ રાષ્ટ્રપતિ ફારૂક અબ્દુલ્લા, સીપીએમ નેતા સીતારામ યેચુરી, સીપીઆઇના સામાન્ય સચિવ એસ સુધાકર રેડ્ડી, એનસીપી ચીફ શરદ પવાર અને વાયએસઆર કોંગ્રેસના વડા જગન મોહન રેડ્ડી પણ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here