Tuesday, September 28, 2021
HomePM નરેન્દ્ર મોદી: રિલીઝ પર પ્રતિબંધ લગાવવા દિલ્હી HCનો ઈન્કાર, PIL ફગાવી
Array

PM નરેન્દ્ર મોદી: રિલીઝ પર પ્રતિબંધ લગાવવા દિલ્હી HCનો ઈન્કાર, PIL ફગાવી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી પીએમ નરેન્દ્ર મોદી રિલીઝ પહેલાં ખૂબ ચર્ચામાં છે. ફિલ્મ લોકસભા ચૂંટણી પહેલાં 5 એપ્રિલે રિલીઝ થવાની હતી. દિલ્હી હાઈકોર્ટમાં લોકસભા ચૂંટણી પહેલાં પીએમ નરેન્દ્ર મોદીની રિલીઝને રોકવા માટે જનહીતની અરજી કરવામાં આવી હતી. પરંતુ દિલ્હી હાઈકોર્ટે લોકસભા ચૂંટણીના પરિણામ આવવા સુધી પીએમ નરેન્દ્ર મોદીની રિલીઝ પર સ્ટે રાખવાની મનાઈ ફરમાવી દીધી છે.

ચીફ જસ્ટિસ રાજેન્દ્ર મેનન અને જસ્ટિસ અનુપ જયરામ ભમ્ભાનીની બેન્ચ દ્વારા આ સુનાવણી કરવામાં આવી હતી અને તેમાં આ અરજી નકારી દેવામાં આવી હતી. અરજીમાં 17મી લોકસભા ચૂંટણી દરમિયાન ફિલ્મની રિલીઝ થવાની વાતને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવીને ચૂંટણીના પરિણામ ન આવે ત્યાં સુધી ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગણી કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશ: ભાજપા કાર્યાલયની ઈંટ ઉખાડી લઈશુ: જયંત ચૌધરી
રાષ્ટ્રીય લોકદળના નેતા અને અજીત સિંહના દીકરા જયંત ચૌધરીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, ભાજપે રૂ. 1500 કરોડનો ખર્ચ કરીને દિલ્હીમાં આલિશાન કેન્દ્રીય કાર્યાલય બનાવ્યું છે. ગઈ વખતે અમે કોઈ તોડ-ફોડ કરવા નહતા આવ્યા. આ વખતે તમે ભૂલ કરશો તો અજીત સિંહજી જાહેરાત કરશે. અમે લોકો પહોંચીશું અને કાર્યાલયની એક-એક ઈંટ ઉખાડી દઈશું.
મધ્યપ્રદેશ: કોંગ્રસેમાં નકુલ, વિવેક અને અજય સિંહના નામની આજે જાહેરાત થઈ શકે છે
રાજ્યની બાકી 20 સીટ પર ઉમેદવાર નક્કી કરવા માટે સોમવારે દિલ્હીમાં કોંગ્રેસની સ્ક્રીનિંગ કમિટીની બેઠક કરવામાં આવશે. તેમાં ચાર સીધી, જબલપુર, મંડલા અને છિંદવાડા એવી સીટો છે જ્યાં 29 એપ્રિલે ચૂંટણી થવાની છે. તેથી આ સીટ પર કમિટી દ્વારા પહેલાં નામ નક્કી કરવામાં આવશે. બેઠકમાં મુખ્યમંત્રી કમલનાથ પણ સામેલ થશે. જબલપુરથી વિવેક તન્ખા, છિંદવાડાથી નકુલનાથ અને સીધીથી અજય સિંહના નામ ફાઈનલ થવાની શક્યતા છે. મંડલા સીટના પેનલમાં ચાર નામ છે.
બિહાર: કેન્દ્રીય મંત્રી અશ્વિન ચૌબે પર 150 કેસ દાખલ
બક્સરના એસડીઓ કેકે ઉપાધ્યાય સાથે ખરાબ વર્તન કરવાના આરોપમાં કેન્દ્રીય મંત્રી અશ્વિન ચૌબે સહિત 150 લોકો પર કેસ દાખલ કરવામાં આવ્યો છે. ઉપાધ્યાયે તેમની ફરિયાદમાં કહ્યું છે કે, એનડીએ ઉમેદવારે મંજૂરી વગર વાહનો નો કાફલો પસાર કર્યો હતો. અને તેથી કાર્યકર્તાઓ અને અન્ય સરકારી કામકાજમાં ખલેલ પહોંચી હતી. રેલી કાઢવા માટે મંજૂરી નહતી લીધી. તે ઉપરાંત સમય અવધી પૂરી થયા પછી પણ સભા કરવામાં આવતી હતી.
મહારાષ્ટ્ર: રસ્તે ચાલતા લોકોની જેમ વાતો કરે છે મોદી: માઝિદ મેમણ
એનસીપી નેતા માઝિદ મેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અભણ અને રસ્તે ચાલતા લોકોની જેમ વાત કરે છે. તેમને ખબર છે કે વડાપ્રધાનનું પદ બંધારણીય પદ છે. તે રસ્તામાં જતા આવતા પસંદ કરી શકાય તેમ નથી. દરેક વિસ્તારમાંથી એક સંસદની પસંદગી કરવામાં આવશે અને પછી તે 543 સાંસદ વડાપ્રધાનની પસંદગી કરશે. મેમણનું કહેવું છે કે, આ ચૂંટણી વડાપ્રધાનની ચૂંટણી નથી. મોદીએ આ રીતે ગેરજવાબદાર રીતે વાતો કરવી યોગ્ય નથી.
રાહુલે ગઠબંધનથી ઈન્કાર કર્યો, હવે કોંગ્રેસ સાથે વાતચીત નહીં થાય: કેજરીવાલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, લોકસભા ચૂંટણીમાં આમઆદમી પાર્ટીનું કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં થાય . કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ વાતથી ઈન્કાર કરી દીધો છે. મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની વિશાખાપટ્ટનમ માં કરવામાં આવેલી ચૂંટણી રેલીમાં સામેલ થતી વખતે અરવિંદ કેજરીવાલે આ નિવેદન આપ્યું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments