Monday, September 20, 2021
HomePM મોદીએ ઉમેદવારી ફોર્મ ભર્યુ, મહિલા પ્રસ્તાવકના પગે લાગ્યાં; 7 સાથી પક્ષના...
Array

PM મોદીએ ઉમેદવારી ફોર્મ ભર્યુ, મહિલા પ્રસ્તાવકના પગે લાગ્યાં; 7 સાથી પક્ષના પ્રમુખ નેતાઓ હાજર

વારાણસી: વડાપ્રધાન મોદીએ આજે વારાણસી લોકસભા સીટ પરથી બીજી વખત ઉમેદવારી ફોર્મ ભર્યું. આ દરમિયાન એનડીએના સાત સહયોગી પક્ષના પ્રમુખ નેતાઓ પણ હાજર રહ્યાં. આ પહેલાં વડાપ્રધાને બૂથ અધ્યક્ષ અને અન્ય પદાધિકારીઓને સંબોધિત કર્યા હતા. સંબોધનમાં મોદીએ કહ્યું હતું કે, એક સમયે મેં પણ દીવાલો ઉપર પોસ્ટર લગાવ્યા છે. ત્યારપછી મોદી કાશી કોતવાલ કાલ ભૈરવ અને કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન-પૂજા કર્યા કરીને કલેક્ટર ઓફિસ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા છે. અહીં એનડીએના દિગ્ગજ નેતા તેમની સાથે રહ્યા હતા.

આ વખતે જનતા ચૂંટણી લડી રહી છે: વડાપ્રધાને કહ્યું હું છેલ્લા દોઢ મહિનાથી આખા દેશમાં ફરી રહ્યો છું. હું-અમિત શાહ-યોગી અમે બધાં તો નિમિત છે, બાકી આ વખતે તો દેશની જનતા ચૂંટણી લડી રહી છે. પહેલીવાર લોકોએ જોયું કે સરકાર ચાલે પણ છે. પીએમએ કહ્યું કે, મેં ક્યારેય એવું નથી કહ્યું કે, હું પીએમ હોવાથી હવે પાર્ટીને સમય નહીં આપી શકું. 5 વર્ષમાં એક કાર્યકર્તા તરીકે પાર્ટીએ જ્યારે પણ સમય માંગ્યો ત્યારે મેં કદી ના નથી પાડી. કાર્યસમિતિની બેઠકમાં પણ કાર્યકર્તા તરીકે સંપૂર્ણ સમય બેસુ છું. આપણે બધા ભારત માતાની સેવા કરી રહ્યા છીએ. આ વખતે માત્ર મોદી ચૂંટણી નથી લડી રહ્યા પરંતુ સમગ્ર જનતા ચૂંટણી લડી રહી છે.

મેં પણ દિવાલોપર પોસ્ટર લગાવ્યા છે- મોદીઃ BJP કાર્યકર્તાઓને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કાલે મેં જે દ્રશ્ય જોયું તેમાં તમારા પરસેવાની સુગંધ આવતી હતી. હું પણ એક સમયે બુથ કાર્યકર્તા રહ્યો છું. મને પણ દીવાલો પર પોસ્ટર લગાવવાનું સૌભાગ્ય મળ્યું છે. પીએમએ કહ્યું, આજે દેશમાં લોકો જાતે જ કહી રહ્યા છે કે, ફરી એક વાર મોદી સરકાર. આ વખતે પોલિટિકલ પંડિતોને ખૂબ માથુ ખપાવવું પડશે. જનતાએ નક્કી કરી લીધું છે તેમને શું કરવું છે. આ ઈતિહાસમાં પહેલો મોકો છે જ્યારે આ રીતે ચૂંટણી લડવામાં આવી રહી છે.

PMએ કહ્યું- આ વખતે દરેક પોલિંગ બૂથ જીતવા છે: વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અહીં કાર્યકર્તાઓએ જણાવ્યું કે, કાશી જીતવાનું કામ કાલે જ પુરૂ થઈ ગયું છે હવે આપણે પોલિંગ બૂથ જીતવાના છે. મોદી હારે કે જીતે તે ગંગા મૈયા જોઈ લશે પરંતુ મારા બૂથનો કાર્યકર્તા ન હારવો જોઈએ. અમારો લક્ષ્યાંક પોલિંગ બૂથ જીતવાનો હોવો જોઈએ. તેમણે કહ્યું કે, આપણે આ વખતે મતદાનના દરેક રેકોર્ડ તોડી નાખવા છે. મોદી કેટલા વોટથી જીતે તે મહત્વનું નથી. હું ગુજરાતમાં ઈચ્છતો હતો કે પુરુષો કરતા મહિલાઓનું વોટિંગ પાંચ ટકા વધારે થાય અને આ વખતે વારાણસીમાં પણ આવું થવું જોઈએ.

ઉમેદવારી પત્ર ભરવામાં એનડીએની તાકાત જોવા મળી: મોદી ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા ત્યારે પણ એનડીએના દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતા. તેમાં બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર, લોક જનશક્તિ પાર્ટીના નેતા રામ વિલાસ પાસવાન, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને પાંચ રાજ્યોના મુખ્યમંત્રી પણ સામેલ થયા હતા. તે સિવાય ગૃહમંત્રી રાજનાથ સિંહ, વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા.

પ્રસ્તાવકમાં દરેક વર્ગ સામેલ થશે: વડાપ્રધાન મોદીના ઉમેદવારના પ્રસ્તાવકોમાં સામાજિક સમરસતા પણ જોવા મળશે. 2014ની ચૂંટણી વખતે નામાંકન દરમિયાન ભારત રત્ન પંડિત મદન મોહન માલવીયના પૌત્ર અને બીએચયુના ચાન્સેલર જસ્ટિસ ગિરધર માલવીય અને પદ્મભૂષણ પંડિત છન્નૂલાલ મિશ્રને પ્રસ્તાવક બનાવવામાં આવ્યા હતા. આ વખતે ડોમરાજાના પરિવારના કોઈ સભ્ય, ટ્રિપલ તલાકનો મુદ્દો ઉઠાવનાર કોઈ મહિલા, ચોકીદાર અને કોઈ સફાઈકર્મી પ્રસ્તાવક બને તેવી શક્યતા છે.

કાલે 3 કલાકમાં કર્યો 7 કિમીનો રોડ શો: મોદીએ ગુરુવારે વારાણસીમાં 7 કિમી લાંબો રોડ શો કર્યો હતો જે દશાશ્વમેધ ઘાટ પર પૂરો થયો હતો. મોદી અહીં ગંગા આરતીમાં પણ સામેલ થયા હતા. આરતી પછી મોદીએ ગંગાની પૂજા-અર્ચના પણ કરી હતી. મોદીએ રોડ શો દરમિયાન એક જનસભા પણ સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે, જ્યારે 5 વર્ષ પહેલાં કાશીની ધરતી પર પગ મુક્યો હતો ત્યારે કહ્યું હતું કે, મા ગંગાએ મને બોલાવ્યો છે. ગંગા માએ અને કાશીના ભાઈ-બહેનોએ એટલો પ્રેમ આપ્યો છે કે, બનારસમાં આ ફકીરને ફાવી ગયું. તમારા પ્રેમ અને અધિકારનો અર્થ એ થાય છે કે તમે ચૂંટણી સંભાળી લીધી છે. હવે વિજય પછી તમારો આભાર માનવા આવીશ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments