Wednesday, December 8, 2021
HomePM મોદીએ કર્યું ‘કિસાન સન્માન નિધિ યોજના’નું લોકાર્પણ, એક કરોડ ખેડૂતોને મળ્યા...
Array

PM મોદીએ કર્યું ‘કિસાન સન્માન નિધિ યોજના’નું લોકાર્પણ, એક કરોડ ખેડૂતોને મળ્યા 2-2 હજાર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોરખપુરમાં કિસાન સન્માન નિધિ યોજનાનો શુભારંભ કર્યો છે. જેમાં તેમણે ખેડૂતોના ખાતામાં આ યોજનાનો પહેલો હપ્તો ભર્યો હતો. આ સાથે જ તેમણે ખેડૂતોને ક્રેડિટ કાર્ડનું પણ વિતરણ કર્યું.

લોકસભા ચૂંટણી પહેલા દેશના ખેડૂતોને ખુશ કરવા માટે પીએમ નરેન્દ્ર મોદીએ પુરી તૈયારીઓ કરી લીધી છે. પીએમ મોદી 24 ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશના ગોરખપુરથી દેશના ખેડૂતોના ખાતામાં ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના’નો પહેલો હપ્તો ટ્રાંસફર કરવા જઈ રહ્યા છે. ગોરખપુરમાં બીજેપીના રાષ્ટ્રીય ખેડૂત સમ્મેલનથી દેશના 12 કરોડ ખેડૂતોના ખાતામાં મોદી 2 હજાર રૂપિયાનો પહેલો હપ્તો ભરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગોરખપુરમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનું લોકાર્પણ કર્યુ. પીએમ મોદીએ જનસભામાં કોંગ્રેસ અને  મહાગઠબંધન પર નિશાન સાધતા જણાવ્યુ હતુ કે, કોંગ્રેસે ક્યારેય  ખેડૂતો માટે યોગ્ય  નિર્ણય લીધા નથી. પહેલાની સરકારે યોજના બનાવી પણ આ  યોજના માત્ર કાગળ પર હતી. યોજનાથી ખેડૂતોને લાભ થવાનો છે ત્યારે કેટલીક પાર્ટીઓ ખોટી અફવા ફેલાવી રહી છે. આવા તમામ લોકોને હું વિશ્વાસ અપાવુ છુ કે, તમારા ખાતામાં આવેલા પૈસા કોઈપણ રાજ્યની સરકાર પરત લઈ શકશે નહી.

પીએમ મોદીએ કહ્યુ કે, ચૂંટણી આવે એટલે કોંગ્રેસ, સપા અને બસપાને ખેડૂતોની યાદ આવે છે. ખેડૂતોનું દેવુ માફ કરવાના નામે ખેડૂતો સાથે દગો કરવામાં આવી રહ્યો છે.  દેવું માફ કરવાનો વાયદો કરી ખેડૂતોના આંખમાં ધૂળ નાખતી કોંગ્રેસને દેશની જતના જડબાતોજ જવાબ આપવાની છે.  પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, દેશની સૌથી મોટી આ યોજનાથી  ખેડૂતોના બેંક ખાતામાં બે હજાર રૂપિયા જમા થવાના છે અને યોજનાનો લાભ દેશના 12  કરોડથી વધારે ખેડૂતોને મળવાનો છે. યોજના અંતર્ગત 6 હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થવાના છે.

તમને જણાવી દઈએ કે ખેડૂતોની નારાજગીના કારણે જ બીજેપીને હાલમાં જ ત્રણ રાજ્યોમાં પોતાની સરકાર ગુમાવવાનો વારો આવ્યો છે. એવામાં બીજેપી 2019ની લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતોને ખુશ કરવાના સંભવીત દરેક પ્રયાસો કરી રહી છે. આ જ વાત ધ્યાનમાં રાખીને બીજેપીએ બજેટમાં કિસાનોને લઈને મોટો નિર્ણય કર્યો હતો. ખેડૂતો માટે ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના’ની ઘોષણા કરી હતી.

ખેડૂતોના ખાતામાં 2 હજાર રૂપિયા આપવા માટે સરકારે આ માટે રાષ્ટ્રીય એનપીસીઆઈને આદેશ જાહેર કરી દીધો છે. એનપીસીઆઈના સિસ્ટમ પર 22 ફેબ્રુઆરીએ સંબંધિત ખેડૂતો સાથે જોડાયેલી જાણકારી આપવામાં આવશે. ત્યાર બાદ 24 ફેબ્રુઆરીએ ખેડૂતોના ખાતામાં 2 હજાર ટ્રાંસફર થઈ જશે.

મોદી સરકારે ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના’ હેઠળ દેશના 12 કરોડ ખેડૂતોને પોતાના પાક માચે વાર્ષીક 6 હજાર રૂપિયા આપવાની ઘોષણા કરી છે. ખેડૂતોને સરકાર દ્વારા આપવામાં આવતા 6000 રૂપિયાને 3 હપ્તામાં સીધા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

આ યોજનાનો પહેલો હપ્તો પ્રધાનમંત્રી મોદી યુપીના ગોરખપુરથી આપશે. ‘પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના’ના પહેલા હપ્તામાં 12 કરોડ ખેડૂતોને 2000 રૂપિયા આપવામાં 25 હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.

આ યોજના માટે સરકારે પ્રતિ વર્ષ 75000 કરોડ રૂપિયાની ગ્રાન્ટને મંજુરી આપી છે. આ યોજનાનો લાભ એ ખેડૂતોને મળશે જેમની પાસે બે હેક્ટર અથવા તો તેનાથી ઓછી જમીન છે. સરકાર અને બીજેપીના રણનીતિકારોનું માનવું છે કે આ યોજનાનો લાભ 2019ની ચૂંટણીમાં પાર્ટીને મળશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments