ભારકતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું નામ જેપી નડ્ડા કોઈની ઓળખનું મોહતાઝ નથી,બીજેપીમાં રહીને સતત પ્રગતિશીલ કાર્યો માટે તેઓ જાણીતા છએ ત્યારે એજ રોજ 2જી ડિસેમ્બરના દિવસે જેપી નડ્ડા પોતાનો 62 મો જન્મદિવસલ ઉજવી રહ્યા છે, આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જેપી નડ્ડાને આજના ખાસ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
આ સાથે જ પીએમ મોદી એ તેમના નેતૃત્વની પ્રશંસા કરી હતી.પીએમ મોદીએ કહ્યું કે નડ્ડાએ તેમના નેતૃત્વના ગુણોથી ભાજપમાં નવો ઉત્સાહ અને ઉર્જાનો સંચાર કર્યો છેઆ સહીત અન્ય ઘણા નેતાઓએ પણ તેમને શુભેચ્છા પાઠવી હતી. જેપી નડ્ડા ઉર્ફે જગત પ્રકાશ નડ્ડાનો જન્મ 2 ડિસેમ્બર 1960ના રોજ પટનામાં થયો હતો. તેમણે 1975 માં સંપૂર્ણ ક્રાંતિ આંદોલનનો ભાગ બનીને તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. આ પછી તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ માં જોડાયા. જ્યારે જેપી નડ્ડાએ પટના યુનિવર્સિટીમાં અભ્યાસ શરૂ કર્યો ત્યારે તેમના પિતા એનએલ નડ્ડા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા.
જેપી નડ્ડા એક અનુભવી સંગઠનાત્મક માણસ, હિમાચલ પ્રદેશના નેતા પક્ષની રેન્કમાંથી ઉછર્યા છે, તેમણએ રાજકીય કારકિર્દી આરએસએસની વિદ્યાર્થી પાંખ એબીવીપી સાથે શરૂ કરી હતી અને પછી પક્ષમાં વિવિધ જવાબદારીઓ લેતા પહેલા ભાજપની યુવા પાંખમાં જોડાયા.નેતા નડ્ડા હિમાચલ પ્રદેશમાં મંત્રી અને કેન્દ્રમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. તેઓ 2020થી ભાજપના અધ્યક્ષ છે.ત્યારથી તેઓ સતત બીજેપી સાથે મળીને કાર્યો કરી રહ્યા છે.