PM મોદીએ બાબા વિશ્વનાથના અભિષેક-પૂજા કર્યા, લાલપુરમાં કાર્યકર્તાઓ સાથે સંવાદ પણ કરશે

0
19

વારાણસીઃ લોકસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ વડાપ્રધાન મોદી આજે પોતાના સંસદીય ક્ષેત્ર વારાણસી પહોંચ્યા છે. એરપોર્ટ પર ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલે સ્વાગત કર્યુ હતું. આ પ્રસંગે ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ઉપસ્થિત હતા. સૌપ્રથમ મોદી બાબા વિશ્વનાથ મંદિરમાં પૂજા કરશે. જે બાદ લાલપુરના હસ્તકલા સંકુલમાં ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. વારાણસી સીટ પરથી બીજી વખત મળેલી જીત પછી મોદીની આ પહેલી મુલાકાત છે. ઉમેદવારી પત્ર ભરવા સમયે તેઓએ વારાણસીમાં રોડ શો કરીને કહ્યું હતું કે હવે જીત મેળવ્યા બાદ આભાર વ્યક્ત કરવા આવીશ.

વડાપ્રધાન મોદી દિલ્હીથી બાબતપુર એરપોર્ટ પહોંચ્શે. જ્યાંથી તેઓ હેલિકોપ્ટરથી પોલીસ લાઈન મેદાન, જે બાદ કાશી વિશ્વનાથ મંદિર જશે. મોદીએ આ પહેલાં 8 માર્ચે વિશ્વનાથ કોરિડોરનું શિલાન્યાસ કરી અહીં પૂજા કરી હતી. મોદી પોલીસ લાઈનથી મંદિર જશે તો ત્યાં રોડ શો જેવાં દ્રશ્યો જોવા મળી શકે છે. જો કે રોડ શોનો કોઈ જ સત્તાવાર કાર્યક્રમ નથી.

લાલપુરમાં કાર્યકર્તાઓને સંબોધશેઃ મંદિરમાં પૂજા કર્યા પછી વડાપ્રધા મોદી ફરી પોલીસ લાઈન અને ત્યાંથી લાલપુર સ્થિત વણકર હસ્તકલા સંકુલ જવા રોડ માર્ગે જશે. સંકુલમાં ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ સાથે સંવાદ કરશે. બપોરે દિલ્હી જવા રવાના થશે. 2014માં વારાણસીમાં ચૂંટણી જીત્યા બાદ મોદી અહીં 21મી વખત આવી રહ્યાં છે. તેમના સ્વાગત માટે અલગ અલગ નેતાઓએ લગભગ સાત ક્વિન્ટલ ગુલાબ અને અન્ય ફુલના ઓર્ડર આપ્યાં છે.

આ વખતે વધુ મોટી જીત મળીઃ વારાણસી સંસદીય ક્ષેત્રમાં મોદીને ગત વખતની તુલનાએ આ વખતે 1 લાખ 7 હજાર 721 વોટ વધુ મળ્યાં છે. 2014માં મોદી 3 લાખ 71 હજાર 784 મતથી જીત્યાં હતા. આ વખતે આ અંતેર 4 લાખ 79 હજાર 505 મતનું રહ્યું છે. મહાગઠંબધનના (સપા-બસપા) ઉમેદવાર શાલિની યાદવ બીજા અને કોંગ્રેસના અજય રાય ત્રીજા નંબર પર રહ્યાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here