PM મોદીએ ભાઈ પંકજના ઘરે જઈ માતા હિરાબાના આશીર્વાદ લીધા, મીડિયાને દૂર રખાયું

0
26

ગાંધીનગર: 17મીથી ગુજરાતના પ્રવાસે આવેલા નરેન્દ્ર મોદી આજે ત્રીજા દિવસે માતાને મળવા પહોંચ્યા હતા. હીરાબા તેમના ભાઈ પંકજ મોદીના ઘરે રહે છે. રાયસણ પાસેના વૃંદાવન એપાર્ટમેન્ટમાં તેમનો બંગલો આવેલો છે. વડાપ્રધાન બન્યા બાદ તેઓ ગુજરાત મુલાકાતમાં માતાના આશીર્વાદ લેવા જતાં હોય છે.

વડાપ્રધાનની મુલાકાતને ધ્યાનમાં રાખીને પંકજ મોદીના રહેઠાણ આસપાસ ટાઈટ સિક્યુરિટી ગોઠવી દેવાઈ હતી. ગઈકાલે પણ પોલીસ પહેરો ગોઠવી દેવાયો હતો પરંતુ તેઓ ગયા ન હતા.

બે કારના કાફલા સાથે નરેન્દ્ર મોદી ભાઈના ઘરે પહોચ્યા હતા. સોસાયટીમાં કાફલો પહોંચતા જ ગેટ બંધ કરી દેવાયો હતો. સુરક્ષા કારણોસર મીડિયાને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here