Tuesday, January 18, 2022
HomePM મોદીએ લોકસભામાં ચૂંટણી સભાની જેમ ફટકાબાજી કરી, કહ્યું હા, હું ડરાવીશ
Array

PM મોદીએ લોકસભામાં ચૂંટણી સભાની જેમ ફટકાબાજી કરી, કહ્યું હા, હું ડરાવીશ

નવી દિલ્હીઃ રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર વ્યક્ત કરતાં વડાપ્રધાન મોદીએ ગુરુવારે લોકસભામાં ચૂંટણી રેલીની જેમ કોંગ્રેસ સહિત વિપક્ષ પર જોરદાર ફટકાબાજી કરી. 2 કલાક સુધી વિપક્ષના દરેક આરોપનો જવાબ આપ્યો. કોંગ્રેસના 55 વર્ષ અને પોતાની સરકારના 55 મહિનાના વિકાસની તુલના કરી. મહાગઠબંધનને મહાભેળસેળની રમત ગણાવતા કહ્યું કે ભેળસેળિયા સંસદ સુધી પહોંચી શકે. મોદીએ ચેતવણીના સૂરમાં ઢંઢેરો કર્યો કે દેશને લૂંટનારાને મોદી ડરાવતો રહેશે. દેશે તેમને આ જ કામ માટે સત્તા પર બેસાડ્યા છે. મોદીએ કોલકાતા પ્રકારણથી લઈ રાફેલ સુધીના તમામ મુદ્દા પર જવાબ આપ્યો.

2019નો એજન્ડા રજૂ કર્યો- વિપક્ષના દરેક આરોપના જવાબ આપ્યા

આરોપ: મોદી લોકતાંત્રિક સંસ્થાઓને બરબાદ કરી રહ્યા છે?

ઊલટો ચોર કોટવાલને દંડે કહેવાત છે. દેશમાં ઈમરજન્સી કોંગ્રેસે લાદી, સેનાનું અપમાન કર્યું,  ઈંદિરાએ 50 વખત ચૂંટાયેલી સરકારોને ઉથલાવી હતી. તો મોદી દેશની સંસ્થાને કેમ બરબાદ કરે છે.

2 આરોપ: મોદીએ રાફેલ ડીલમાં કૌભાંડ કર્યું

કોંગ્રેસ ઈચ્છતી નથી કે આપણી એરફોર્સ મજબૂત થાય. રાફેલ અંગે મુકાયેલા બધા આરોપના જવાબ સંરક્ષણમંત્રી સીતારમણે આપી દીધા છે. તો કોના ફાયદા માટે તમે ડીલ રદ કરાવવા માંગો છો.

આરોપ: મોદી વિદેશમાં દેશની આબરૂના ધજાગરા કરે છે?

વિપક્ષનું કામ વિરોધ કરવાનું છે. તેઓ મોદી- ભાજપની ટીકા કરતાં કરતાં દેશની ટીકા કરવા લાગે છે. લંડનમાં જુઠ્ઠી પ્રેસ કોન્ફરન્સ કરી તમે દેશની કઈ આબરૂ વધારી રહ્યા હતા.

આરોપ: યુવાઓને રોજગારને મામલે મોદી સરકાર નિષ્ફળ રહી. જુઠ્ઠા વાયદા કર્યા?

છેલ્લા 55 વર્ષમાં રોજગારનો કોઈ એજન્ડા નહતો. જ્યારે છેલ્લા 4 વર્ષમાં 6 લાખ 35 હજાર પ્રોફેશનલ જોડાયા. રોજગારીની નવી તકો સર્જાઈ. છેલ્લા 4 વર્ષમાં 1કરોડ 25 લાખ રોજગાર માત્ર ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં વધ્યો.

આરોપ: મોદી રાજમાં મોંઘવારી વધી છે

દેશમાં બે ગીત હતા. ‘બાકી જો બચા તો મહેંગાઈ માર ગઈ’ અને ‘મહંગાઈ ડાયન ખાયે જાત હૈ’ આ કોંગ્રેસ શાસનની વાસ્તવિક્તા હતી. પહેલું ગીત ઈન્દિરાના સમયમાં હતું. ત્યારે ફુગાવો 30% હતો. બીજું ગીત મનમોહનના સમયમાં હતંુ. ત્યારે મોંઘવારી 10% હતી.  અમે મોંઘવારી 4 % થી નીચે રાખી.

આરોપ: મોદી સરકારે બેન્કોને લૂંટનારાને વિદેશમાં ભગાડી દીધા

જે લોકો બેન્ક લૂંટીને ભાગ્યા છે તેઓ ટ્વિટર પર રડી રહ્યા છે કે અમે 9 હજાર કરોડ લઈને ભાગ્યા હતા. અમારી 13 હજાર કરોડની સંપત્તિ જપ્ત થઈ.  કોંગ્રેસે લોકોને લૂંટવા દીધા અમે કાયદો બનાવ્યો.

આરોપ: મોદી સરકારે અર્થવ્યવસ્થાને ધ્વસ્ત કરી નાંખી છે

ભારત સાડા ચાર વર્ષ પહેલાં 10-11મુ અર્થતંત્ર હતું.  અત્યારે છઠ્ઠા નંબરે છે. હું નથી સમજતો કે 11થી 6 પર પહોંચવા છતાં તેમને પીડા શેની છે ?

આરોપ: મોદી સરકાર ઈવીએમનો દુરુપયોગ કરી ચૂંટણી જીતે છે

તેઓ પોતાની નિષ્ફળતાને ઈવીએમ પર ફોડી રહ્યા છે. તેઓ એટલા ડરેલા કેમ છે ? તમને શું થયું છે ?

આરોપ: મોદી સરકાર ધનિકોની સરકાર છે?

દેશના ગરીબ જ મારા ધનિકો, ઈમાન અને મારી જિંદગી છે. એમના માટે જ જીવું છું. ગરીબી હટાવોના સૂત્રને કોંગ્રેસે કેવી રીતે વધાર્યો.

આરોપ: મોદી ખેડૂતોનું દેવુ માફ કેમ નથી કરતા ?

લોન માફીના નામે કોંગ્રેસે ખેડૂતોની મજાક કરી છે. 6 લાખ કરોડનું દેવું હતું. કોંગ્રેસે માત્ર 52 હજાર કરોડ માફ કર્યા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular