Sunday, November 28, 2021
HomePM મોદીનું મિશન પૂર્વોત્તર: કહ્યું- અરુણાચલ દેશની સુરક્ષાનો ગેટવે, અમે તેને મજબૂત...
Array

PM મોદીનું મિશન પૂર્વોત્તર: કહ્યું- અરુણાચલ દેશની સુરક્ષાનો ગેટવે, અમે તેને મજબૂત કરીશુ

નવી દિલ્હી: નાગરિકતા સંશોધન બિલ 2016ના વિરોધ વચ્ચે વડાપ્રધાન મોદી બે દિવસ માટે પૂર્વોત્તર યાત્રા પર છે. વડાપ્રધાન શુક્રવારે સાંજે ગુવાહાટી પહોંચ્યા ત્યારે આસામ સ્ટૂડન્ટ યૂનિયને કાળા ઝંડા બતાવીને બિલના વિરોધમાં નારેબાજી કરી હતી. શનિવારે પણ જ્યારે મોદી અરુણાચલ પ્રદેશ જવા નીકળ્યા ત્યારે ફરી એક વાર પીએમ મોદીને કાળા ઝંડા બતાવવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીએ સૌપ્રથમ અરુણાચલ પ્રદેશના ઈટાનગરમાં જન સભા સંબોધી હતી. અહીં તેમણે કહ્યું હતું કે, દરેક ઘરમાં અમે વીજળી પહોંચાડીશું.

ઈટાનગરમાં બીજુ શું કહ્યું મોદીએ

– અરુણાચલ પ્રદેશ, દેશનું અભિમાન છે. તે ભારતના વિકાસનો, ભારતની સુરક્ષાનો ગેટ-વે પણ છે. આ ગેટવેને શક્તિ આપવાનું કામ બીજેપી સરકાર કરશે.

– અમારી સરકાર વિકાસની પંચધારા પર કામ કરી રહી છે. એટલે કે બાળકોને અભ્યાસ, યુવકોને કમાણી, વૃદ્ધોને દવા, ખેડૂતોને સિંચાઈ અને જન-જનની સુનાવણી સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે.
– આ વર્ષે અમારી સરકાર બજેટમાં ખેડૂતો માટે એક ખાસ યોજના લાવી છે. અમે ગરીબ ખેડૂતોના બેન્ક ખાતામાં દર વર્ષે રૂ. 6,000 જમા કરીશું.

– અહીં દરેક ઘરમાં વીજળી પહોંચાડવાની સાથે સાથે અમારી સરકાર પાવર જનરેશ ઉપર પણ જોર આપી રહી છે. આજે 110 મેગાવોટના હાઈડ્રો પાવર ઈલેક્ટ્રેકિ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કરવામાં આવી રહ્યું છે.
– અહીં નવા એરપોર્ટ બનવાથી નવી રેલ લાઈન આવવાથી દેશ-વિદેશના ટૂરિસ્ટોની સંખ્યામાં પણ વધારો થશે
– ટૂરિસ્ટ વધતાં યુવકોને પણ રોજગારી મળશે.

ગુવાહાટી પહોંચેલા પીએમ મોદી શનિવારે સૌથી પહેલાં અરુણાચલ પ્રદેશ અને પછી ત્રિપુરામાં ઘણી યોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. અહીં તેઓ જનસભા પણ સંબોધવાના છે

પૂર્વોત્તરમાં ચૂંટણીનું મહત્વ

આગામી લોકસભા ચૂંટણીમાં પૂર્વોત્તર રાજ્યો બીજેપી માટે ખૂબ મહત્વના છે. અહીંના આઠ રાજ્યોમાં મલીને લોકસભાની કુલ 25 સીટો છે જેમના પર બીજેપીની નજર છે. ત્રિપુરાને બાદ કરતાં પૂર્વોતરનો વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે. જ્યારે ત્રિપુરા ડાબેરીઓનો મજબૂત કિલ્લો છે. પરંતુ કેન્દ્રમાં સરકાર બનાવ્યા પછી બીજેપીએ અહીં આક્રમક ઞંગથી પૂર્વોત્તરમાં તેમનું અભિયાન ચલાવ્યું છે અને તેનું પરિણામ એ આવ્યું છે કે, અહીં કોંગ્રેસ અને ડાબેરીઓનો ગઢ ધરાશાયી થઈ ગયો છે. હાલ અહીં દરેક રાજ્યોમાં બીજેપી અથવા બીજેપી સમર્થનથી ચાલતી સરકાર ચાલી છે. જોકે હાલ અહીં નાગરિકતા સંશોધન બિલ 2016ના વિરોધમાં વિપક્ષ કેન્દ્ર સરકારના વિરોધમાં એકજૂથ થઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments