Wednesday, September 22, 2021
HomePM મોદીનો વારાણસીમાં રોડ શો, આવતી કાલે ભરશે ઉમેદવારી ફોર્મ
Array

PM મોદીનો વારાણસીમાં રોડ શો, આવતી કાલે ભરશે ઉમેદવારી ફોર્મ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીમાં શક્તિ પ્રદર્શન કરશે. પીએમ મોદી આજથી વારાણસીની બે દિવસીય મુલાકાતે છે. અહીં પીએમ મોદી 10 કિલોમીટર લાંબો રોડ શો પણ યોજશે. પીએમ મોદી આવતી કાલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે જેને લઇને અહીં તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

“હું અહીં આવ્યો નથી, મને મા ગંગાએ મને બોલાવ્યો છે” વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2014ની ચૂંટણી દરમિયાન આ નારાનો ઉપયોગ કર્યો હતો. પીએમ મોદીને મા ગંગાએ ફરી એકવાર બોલાવ્યાં છે. 2019માં બીજી વખત નરેન્દ્ર મોદી અહીંથી ઉમેદવારી પત્ર ભરવા જઇ રહ્યાં છે. ભાજપ દ્વારા પીએમ મોદીના રોડ શોને મેગા રોડ શો બનાવાની તડામાર તૈયારીઓ કરી છે.

પીએમ મોદીના સ્વાગત માટે વારાણસીમાં જબરદસ્ત તૈયારીઓ પણ ચાલી રહી છે. ખાસ કરીને પીએમ મોદી જ્યારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જશે ત્યારે મુસ્લિમ મહિલાઓનો એક વર્ગ તેમનું ભવ્ય સ્વાગત પણ કરશે. વારાણસી ભાજપના જિલ્લાધ્યક્ષ હંસરાજ વિશ્વકર્માએ કહ્યું કે, જનતાઓની આકાંક્ષાઓને પૂરી કરવા માટે પીએમ મોદીજી આવી રહ્યા છે ત્યારે મોદીજીના કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પણ હાજરી આપશે.

પીએમ મોદી આજરોજ બપોરે અંદાજે ત્રણ વાગે શહેરના લંકા વિસ્તારમાં આવેલ બીએચયૂ ગેટ સામેના પંડિત મદન મોહન માલવીયજીની પ્રતિમા પર ફુલ અર્પણ કરી રોડ શોનો આરંભ કરશે. પીએમ મોદીનો રોડ શો દશાશ્વમેઘ ઘાટ પર પૂર્ણ થશે. આ દરમિયાન 10 કિમી લાંબો રૂટ પુરો કરશે. દશાશ્વમેઘ ઘાટ પર પીએમ મોદી ગંગા આરતીમાં સામેલ થશે.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી પાંચ વર્ષ પહેલા પણ જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા પહેલા ગંગા આરતીમાં સામેલ થયા હતા. 26 એપ્રિલના રોજ સવારે 11.30 કલાકે પીએમ મોદી ઉમેદવારી ફોર્મ ભરશે. ત્યારબાદ પીએમ બાબા વિશ્વનાથ અને કાલભૈરવના દર્શન કરી આશીર્વાદ લેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments