PM મોદીનો 4થી અને 5મી માર્ચનો ગુજરાતનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

0
25

અમદાવાદઃ PM મોદી 4થી અને 5મી માર્ચે ગુજરાતના પ્રવાસે છે. તેઓ રાજ્યમાં 24 કલાકનું રોકાણ કરશે, જેમાં જામનગર, અમદાવાદ અને ગાંધીનગરનો પ્રવાસ કરશે. મોદી વિશ્વના સૌથી મોટા ઉમિયા માતા મંદિરનું ભૂમિપૂજન કરશે. બે દિવસમાં 4 વખત જાહેર સભા સંબોધશે.


4 માર્ચ 2019

1.દિલ્હીથી જામનગર આવશે બપોરે 12 વાગ્યે, જામનગરમાં 12થી 1.30 સુધીનું રોકાણ
2.જામનગરથી 1.30 વાગે અમદાવાદ-જાસપુર જવા રવાના
3.બપોરે 3 થી 4 વચ્ચે વિશ્વઉમિયાધામ સંકુલનું ભૂમિપૂજન કરશે જ્યાં લાખો પાટીદારોને સંબોધન કરશે
4.સાંજે 4.30 કલાકે અમદાવાદમાં મેટ્રો  ટ્રેનનું ઉદ્ધાટન કરી સાથે સવારી પણ કરશે
5.સાંજે 6થી 7.30 વાગ્યા સુધી બીજે મેડિકલ હોસ્પિટલમાં PM આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે
6.7.30 થી 8 વાગ્યા સુધી નવા સિવિલ હોસ્પિટલ નું લોકાર્પણ કરશે, લોકાર્પણ બાદ ગાંધીનગર રાજભવન જવા થશે રવાના
7.રાજભવન માં રોકાણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણી, પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત ના ભાજપના આગેવાનો સાથે લોકસભાની ચૂંટણી સંદર્ભે બેઠક કરશે
5 માર્ચે 2019
8.10 વાગે અડાલજ અન્નપૂર્ણ મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
9.બપોરે 12 વાગે અમદાવાદના વસ્ત્રાલમાં  જાહેર સભાને સંબોધશે
10.વસ્ત્રાલ નો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ ઈંદોર મધ્ય પ્રદેશ જવા થશે રવાના

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here