PM મોદી આજે કરશે ‘મન કી બાત’, ચીન અને અનલૉક 2.0 પર કરી શકે છે ચર્ચા

0
6
વડાપ્રધાન મોદી ચીનના મુદ્દે ચર્ચા કરી શકે છે કારણ કે બીજેપીએ પોતાના તમામ કાર્યકર્તાઓને કોઈ પણ રીતે આ કાર્યક્રમને સાંભળવા માટે કહ્યું છે
વડાપ્રધાન મોદી ચીનના મુદ્દે ચર્ચા કરી શકે છે કારણ કે બીજેપીએ પોતાના તમામ કાર્યકર્તાઓને કોઈ પણ રીતે આ કાર્યક્રમને સાંભળવા માટે કહ્યું છે
  • વડાપ્રધાન મોદી ચીનના મુદ્દે ચર્ચા કરી શકે છે કારણ કે બીજેપીએ પોતાના તમામ કાર્યકર્તાઓને કોઈ પણ રીતે આ કાર્યક્રમને સાંભળવા માટે કહ્યું છે

નવી દિલ્હીઃ દેશમાં ઝડપથી વધતું કોરોના વાયરસ (Coronavirus)નું સંક્રમણ અને પૂર્વ લદાખમાં ચીન (China)ની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે આજે વડાપ્રધાન નરેન્ર્ર મોદી (Prime Minister Narendra Modi) ફરી એકજાર રેડિયો પર ‘મન કી બાત’ (Mann Ki Baat) કાર્યક્રમના માધ્યમથી દેશવાસીઓને પોતાની વાત રજૂ કરશે.

માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન મોદી 30 જૂને અનલૉક 1.0 ખતમ થયા બાદ દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ પર સરકારની આગળની રણનીતિ અને ચીન સાથે વધતા ઘર્ષણને લઈ દેશની સામે પોતાની વાત રજૂ કરશે.

વડાપ્રધાન મોદીએ શનિવારે પોતાના ટ્વિટર હેન્ડલથી રવિવાર સવારે 11 વાગ્યે મન કી બાત કાર્યક્રમ વિશેની જાણકારી દેશની જનતાને આપી. નોંધનીય છે કે, માસિક રેડિયો કાર્યક્રમના 66મા પ્રસારણમાં વડાપ્રધાન કોઈ મોટી વાત કરી શકે છે.

સૂત્રો મુજબ, વડાપ્રધાન મોદી મન કી બાતમાં ચીનના મુદ્દે ચર્ચા કરી શકે છે કારણ કે બીજેપીએ પોતાના તમામ કાર્યકર્તાઓને કોઈ પણ રીતે આ કાર્યક્રમને સાંભળવા માટે કહ્યું છે.

તેની સાથે જ બીજેપી તરફથી તમામ કાર્યકર્તાઓને જવાબદારી આપવામાં આવી છે કે વડાપ્રધાન મોદી તરફથી મન કી બાત કાર્યક્રમમાં કહેવામાં આવેલી વાત દેશવાસીઓ સુધી પહોંચાડે.

એવામાં આા કરવામાં આવી રહી છે કે દેશમાં ઝડપથી વધતા કોરોના સંક્રમણના કેસ મામલે કાબૂ મેળવવા અને ચીનની સાથે યુદ્ધની સ્થિતિની તૈયારીઓને લઈને પીએમ મોદી કોઈ મોટી વાત કરી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here