Sunday, November 28, 2021
HomePM મોદી આજે ગ્રેટર નોઈડામાં પુરાતત્વ સંસ્થા અને બ્લૂ લાઈન મેટ્રોનું ઉદ્ધાટન...
Array

PM મોદી આજે ગ્રેટર નોઈડામાં પુરાતત્વ સંસ્થા અને બ્લૂ લાઈન મેટ્રોનું ઉદ્ધાટન કરશે

નોઈડાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ગ્રેટર નોઈડાનાં પ્રવાસે છે. તેઓ અહીંથી નોઈડા, ગ્રેટર નોઈડા અને બુલંદશહેરમાં કરોડો રૂપિયાની યોજનાઓનું લોકાર્પણ કરશે. પીએમ મોદી બિહારનાં બક્સરમાં 1320 મેગાવોટ ક્ષમતાનાં થર્મલ પાવર પ્લાન્ટનો શિલાન્યાસ પણ વીડિયો કોન્ફરન્સનાં આધારે ગ્રેટર નોઈડાથી જ કરશે. પીએમ સત્તા સંભાળ્યા બાદ પહેલી જનસભા ગ્રેટર નોઈડામાં સંબોધશે.

મોદી સૌથી પહેલા ગ્રેટર નોઈડામાં નોલેજ પાર્ક-2માં પંડિત દીન દયાળ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનું ઉદ્ધાટન કરશે. તેઓ ઈન્સ્ટીટ્યૂટ પરિસરમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાનું પણ અનાવરણ કરશે. ત્યારબાદ સીટી સેન્ટરથી સેક્ટર-62 માટે મેટ્રોને સામાન્ય લોકોને સમર્પિત કરશે. આ ઉપરાંત વડાપ્રધાન બુલંદશહેરમાં ખુર્જાની નજીક થર્મલ પાવર પ્લાન્ટનો પાયો નાંખશે.

વડાપ્રધાન ગ્રેટર નોઈડા સિટી સેન્ટર થી સેક્ટર -63 ઈલેક્ટ્રોનક સીટી સુધી બ્લૂ લાઈન મેટ્રો વિસ્તારનું ઉદ્ધાટન કરશે. આ ઉપરાંત નોઈડાનાં સેક્ટર -63 ઈલેક્ટ્રોનિક સિટી સ્ટેશનથી મેટ્રોને લીલી ઝંડી આપશે. સામાન્ય લોકો માટે આજે સાંજે 4 કલાકે આ સેવાઓ પણ ઉપલ્બ્ધ કરાવી દેવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments