Tuesday, December 7, 2021
HomePM મોદી આજે વતન આવશે, સુરતમાં એરપોર્ટ ટર્મિનલનું ભૂમિપૂજન; પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Array

PM મોદી આજે વતન આવશે, સુરતમાં એરપોર્ટ ટર્મિનલનું ભૂમિપૂજન; પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

સુરત: આજે(બુધવાર) શહેરમાં 421 કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ થશે તેમજ 636 કરોડના પ્રોજેક્ટનું પીએમ મોદી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવશે. પીએમ મોદી સુરત એરપોર્ટ ખાતે નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ભૂમિપૂજન તથા સભા સંબોધશે. વડાપ્રધાન મોદીના સુરત આગમન અને રોકાણ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાબેતા મુજબ જળવાઇ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવ

વડાપ્રધાન મોદી સુરત એરપોર્ટ ટર્મિનલ ભવનના વિસ્તાર માટે ભૂમિ પૂજન તેમજ પાલિકાના 421 કરોડના વિવિધ પ્રોજેક્ટના લોકાર્પણ- 636 કરોડના પ્રકલ્પોના ખાતમુહૂર્ત, વિનસ હોસ્પિટલનું ઉદ્ધઘાટન, ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવ તથા દાંડી યાત્રા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. અમરોલી ચાર રસ્તાથી માનસરોવર સર્કલ સુધી ફ્લાય ઓવર બ્રિજ, પુણા જંકશન પર ફ્લાય ઓવર બ્રિજ, ઉન ખાડી બ્રિજ વાઈડનીંગ, અઠવાથી અડાજણને જોડતો સરદાર બ્રિજ વાઈડનીંગના લોકાર્પણ કરશે. આ સાથે સુરત મહાપાલિકા રાજ્યમાં અને સંભવત: દેશમાં એ‌વી પ્રથમ મહાપાલિકા છે જે સોલાર એનર્જીનો ઉપયોગ વોટર સપ્લાય મેનેજમેન્ટમાં કરી રહી છે. તેની ક્ષમતામાં વધારારૂપ વધુ એક મેગાવોટ રૂફટોપ સોલાર પ્લાન્ટનું લોકાર્પણ પણ વડાપ્રધાન કરશે. ભવિષ્યમાં રૂફટોપ સોલાર પ્લાન્ટ કુલ ક્ષમતા 6 મેગાવોટ થઈ જશે.

પોલીસના કુલ 3,278 અધિકારીઓ-કર્મચારીઓને તૈનાત કરાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત આગમન અને રોકાણ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાબેતા મુજબ જળવાઇ રહે તે માટે ફુલપ્રૂફ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  શહેર ઉપરાંત રાજ્યભરની પોલીસના કુલ 3,278 અધિકારીઓ-કર્મચારીઓને તૈનાત કરાયા છે.એસપીજી અને એનએસજીની ટીમ પણ સામેલ થઈ છે. જે સમયે વડાપ્રધાનનો કાફલો એરપોર્ટથી રામપુરા જવા રવાના થશે એ સમયગાળામાં સામાન્ય લોકોને ટ્રાફિકજામની સમસ્યાનો સામનો કરવો પડશે. પીએમ મોદી આજે બુધવારે સુરત ખાતે એરપોર્ટના ઉદ્ઘાટન કાર્યકમ બાદ બપોરે 2 વાગ્યે રામપુરા વિનસ હોસ્પિટલ જવા નીકળશે. પીએમ નીકળે તે સમયે વાહન ચાલકોને પોલીસે અટકાવી દઈ જયાંથી કાફલો એકાદ કિમી સુધી નીકળી ન જાય ત્યાં સુધી ચાલકોને આગળ જવાની પરમિશન આપવામાં આવશે નહીં.

પોલીસ બંદોબસ્ત એરપોર્ટ, વિનસ હોસ્પિટલ અને ઈનડોર સ્ટેડિયમ
  • ડીસીપી-7
  • એસીપી-15
  • પીઆઈ-43
  • પીએસઆઈ-164
  • પોલીસકર્મી-1930
  • મહિલા પોલીસ-100
  • ટીઆરબી-191
    શહેર બહારથી આવેલા પોલીસકર્મી
    • પીઆઈ-11
    • પીએસઆઈ-21
    • પોલીસકર્મી-280
કાર્યક્રમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1.25 કલાકે સુરત એરપોર્ટ ખાતે આવી 1.30 કલાકે નવા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ભૂમિપૂજન તથા સભા સંબોધશે. ત્યારબાદ બપોરે 2 કલાકે સુરત એરપોર્ટથી વિનસ હોસ્પિટલ જશે. ત્યાં તેઓ હોસ્પિટલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. 3.05 કલાકે વાયા રિંગરોડ થઈને પીએમ મોદી એરપોર્ટ પહોંચશે અને 3.30 કલાકે દાંડી જવા રવાના થશે. 3.50થી 5.30 દરમિયાન દાંડી ખાતે દાંડી સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કરશે. ત્યારબાદ સાંજે 6.10થી 7.10 સુધી ઈનડોર સ્ટેડિયમમાં ન્યુ ઇન્ડિયા યુથ કોન્કલેવમાં વકીલો, સીએ, ઈજનેર સહિતના શહેરી અગ્રણીઓ યુથ સાથે પ્રશ્નોત્તરી કાર્યક્રમ કરશે. ત્યારબાદ સાંજે 7.30 વાગ્યે સુરત એરપોર્ટથી પ્રસ્થાન કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments