PM મોદી દાંડી પહોંચ્યા, 110 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ‘નમક સત્યાગ્રહ સ્મારક’નું લોકાર્પણ કર્યું

0
61

સુરતઃ સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 1058ના કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ જાહેર સભાને સંબોધી હતી. ત્યારબાદ વિનસ હોસ્પિટલનું ઉદ્ધાટન કર્યું હતું. અને દાંડી જવા માટે રવાના થયા હતા. અને દાંડી પહોંચી 110 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નમક સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું હતું.અને નમક સત્યાગ્રહ સ્મારકનું નિરીક્ષણ કર્યું હતું. જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સાથે જોડાયા હતા.

દાંડીએ જન આંદોલન ઉભું કર્યું: રૂપાણી

દાંડીમાં ચપટી મીઠૂં ઉપાડી અંગ્રેજ સલતનતને લૂણો લગાડ્યો હતો. નમક સત્યાગ્રહણ લોકોને જોડનારૂં ગાંધીજીનું કાર્ય હતું. મોદી સરકારે સ્મારક બનાવીને ગાંધીને અમર કર્યાં છે. નવી પેઢી પ્રેરણા લે તે માટે નરેન્દ્ર મોદીએ દરેક નાની નાની વાતને ઉજાગર કરી છે. કોંગ્રેસમાં પરિવાર વાદ એક જ પરિવારનો ઈતિહાસ ચાલે છે ત્યારે મોદી સરકારે આ દેશના બાકીના લોકોને જેમણે ત્યાગ બલિદાન કર્યું છે તેને ન્યાય અપાવ્યો છે.કોંગ્રેસે ગાંધી, આંબેડકર, સરદાર, વીર સાવરકર, સુભાષચંદ્ર બોઝને ભુલાવ્યાં હતાં. મોદી સરકારે તમામને ન્યાય અપાવ્યો છે.

દાંડીને ન્યાય મળ્યોઃ પાટીલ

નવસારીના સાંસદ સી આર પાટીલએ જણાવ્યું હતું કે, આઝાદીના આટલા વર્ષો બાદ દાંડી વિકાસની રાહ જોઈ રહ્યું હતું. આટલા વર્ષોથી અન્યાય થઈ રહ્યો હતો. ત્યારે મોદી સરકારે આઝાદીના લડવૈયાઓની યાદી આવનારી પેઢીઓને પણ પ્રેરણા આપતા રહે તે પ્રકારનું સ્મારક બનાવવામાં આવ્યું છે. મોદી સરકારે દાંડીને ન્યાય આપ્યો છે.

ગાંધીજી સાથેના 89 સત્યાગ્રહીઓની પ્રતિમા મૂકવામાં આવી

અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવામાં દાંડીકૂચ મહત્ત્વનું પરિબળ બની રહી હતી. અમદાવાદ સાબરમતી આશ્રમથી 12મી માર્ચે ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત કરી હતી. 5મી એપ્રિલ 1930ના રોજ ગાંધીજી દાંડી પહોંચી 6ઠ્ઠી એપ્રિલના રોજ ચપટી મીઠુ ઉપાડી અંગ્રેજોએ લાદેલા મીઠા ઉપરના કરના કાયદાનો ભંગ કર્યો હતો. દાંડીકૂચ બાદ સત્યાગ્રહ આંદોલન શરૂ થતા આખરે 1947મા દેશને આઝાદી મળી હતી.  દાંડીમાં કુદરતી રીતે દરિયાના પાણીથી બનેલુ મીઠુ ગાંધીજીએ ઉપાડ્યું હતું.  આ ઐતિહાસિક ઘટનાને વિશ્વફલક ઉપર વધુ સારી રીતે ઉજાગર કરવા જ ‘નમક સત્યાગ્રહ સ્મારક’ રૂ. 110 કરોડના ખર્ચે દાંડી ખાતે તૈયાર કરાયું છે. દાંડીયાત્રા 75 વર્ષની ઉજવણી વખતે 6 એપ્રિલ 2005માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. 14 વર્ષે પૂરા થયેલા આ પ્રોજેક્ટમાં દાંડીના દરિયા કિનારે ગાંધીજી સાથેના 89 સત્યાગ્રહીઓની પ્રતિમા અહીં મૂકવામાં આવી છે.

સ્મારકમાં સોલાર ટ્રી મૂકવામાં આવી

નમક સત્યાગ્રહ સ્મારક સ્થળે 41 સોલાર ટ્રી મૂકવામાં આવી છે. જેમાં દરરોજ 144 કિલોવોટ વીજળી ઉત્પન્ન થશે. જે આ સ્મારકમાં જરૂરી વીજપુરવઠો પૂરો પાડશે.

14 સોલ્ટ મેકિંગ પેન

સોલાર મેકિંગ બિલ્ડિંગમાં 14 સોલ્ટ મેકિંગ પેન મુકવામાં આવી છે. ત્યાં ખારું પાણી પણ ઉપલબ્ધ છે. ખારું પાણી જ્યારે પર્યટકો પેનમાં મુકશે ત્યારે તે પાણીનું પેનની અંદર લગાવાયેલ મશીન પાણીનું બાષ્પીભવન કરશે અને પેનમાં મીઠું રહી જશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here