PM મોદી SCO બેઠકમાં પુતિન-જિનપિંગને મળશે, ઇમરાન ખાન સાથે નહીં કરે મુલાકાત

0
10

લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યાં બાદ બીજી વખત સત્તા સંભાળનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની પ્રથમ મોટી આંતરરાષ્ટ્રીય યાત્રા હેઠળ શાંઘાઇ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સમિટ (SCO)માં ઉપસ્થિત રહેશે. જેને લઇને પીએમ મોદી આગામી 14-15 જૂનના રોજ કિર્ગિસ્તાન જશે.

આ બેઠકમાં પીએમ મોદી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્હાદમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. આ સંમેલનમાં ભાગ લેવા પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ પહોંચશે. જો કે આધિકારી સૂત્રોને મળતી જાણકારી મુજબ હજુ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇમરાન ખાન સાથે બેઠક યોજાવાને લઇને કોઇ હેતુ નથી.

જો કે બંને નેતાઓ વચ્ચે અનૌપચારિક મુલાકાત થઇ શકે છે પરંતુ દ્વિપક્ષીય બેઠકનો કોઇ કાર્યક્રમ નક્કી કરાયો નથી. આગામી 13 અને 14ના રોજ શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન એટલે કે SCOની બેઠક યોજાવા જઈ રહી છે. જેને લઇને નરેન્દ્ર મોદી પીએમ પદના શપથ લીધા બાદ આ બેઠકમાં ભાગ લેવા માટે વિદેશ જશે.

SOCની બેઠકમાં ભાગ લેવા માટે નરેન્દ્ર મોદી વિદેશ જશે. SCOની આ બેઠકમાં પીએમ મોદી ચીન અને રશિયાના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત બાદ બેઠક યોજશે. મહત્વનું છે કે SOCની આ બેઠકમાં પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન પણ હાજર રહેવાના છે.

જો કે પીએમ મોદી આ બેઠકમાં ઈમરાન ખાન સાથે મુલાકાત કરશે નહીં. પુલવામા હુમલા બાદ બંને દેશ વચ્ચે તણાવ વધ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની શપથવિધી સમારોહમાં પણ ઈમરાન ખાનને આમંત્રણ અપાયું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here