આર્થિક મંદીમાં શું કરવું એ મુદ્દે PM અને નાણામંત્રી ગોથે ચડ્યા: રાહુલ ગાંધી

0
21

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર અર્થવ્યવસ્થાની સ્થિતિને લઈને મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. ટવિટર માધ્યમ દ્વારા રાહુલ ગાંધીએ લખ્યું છે કે મોદી અને તેમની આર્થિક સલાહકારોની સપનાની ટીમે અર્થવ્યવસ્થાને ખરેખર બદલી નાખી છે.

રાહુલ ગાંધીના આર્થિક સુસ્તીને લઇને PM-FM પર પ્રહાર
મોદી અને તેમની ટીમે અર્થવ્યવસ્થાને બદલી નાંખી
આજે રોકાણકારો રોકાણ કરવાથી ડરે છે, કારણ કે અહીં હિંસા થઇ રહી છે
રાહુલ ગાંધીએ મોદી સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે પહેલા જીડીપી 7.5 ટકા અને મોંઘવારી દર 3.6 ટકા હતા. હવે જીડીપી 3.5 ટકા અને મોંઘવારી દર 7.5 ટકા થઇ ગયો છે. પ્રધાનમંત્રી મોદી અને નાણામંત્રી નિર્મલા સીતારમણને ખબર નથી કે આગળ હવે શું થશે.

રાહુલ ગાંધીએ ભારતીય અર્થવ્યવસ્થાને લઇને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. આ સાથે દેશમાં બેરોજગારોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. દેશને બરબાદી તરફ લઇ જવાનો નિર્ણય 2016માં નોટબંધીને લઇને કરવામાં આવ્યો હતો.

સરકાર કહેતી હતી કે તેઓ કાળા નાણાને સીસ્ટમમાંથી દૂર કરી દેશે. પરંતુ પરિણામ એ આવ્યું કે રોકડને લઇને કાળા નાણું સિસ્ટમનો એક ભાગ બની ગયું. આજે પરિસ્થિતિ એવી છે કે બેરોજગાર નોકરીની શોધ કરી રહ્યાં છે, પરંતુ નોકરી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here