અપીલ : અમિતાભ બચ્ચન-અક્ષય કુમાર સહિત સેલેબ્સે પીએમ મોદીની જનતા કર્ફ્યૂની પહેલને સપોર્ટ કરવાની અપીલ કરી

0
15

મુંબઈ : પીએમ મોદીએ 22 માર્ચ (રવિવાર)ના રોજ જનતા કર્ફ્યૂની વાત કરી હતી, જેમાં સવારના સાતથી રાતના નવ વાગ્યા સુધી લોકોને ઘરની બહાર ના જવાની અપીલ કરી છે. બોલિવૂડ સ્ટાર્સે પીએમ મોદીના જનતા કર્ફ્યૂની વાતને સપોર્ટ કર્યો છે. અનેક સેલેબ્સે સોશિયલ મીડિયામાં ચાહકોને જનતા કર્ફ્યૂને સપોર્ટ કરવાની અને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. પીએમ મોદીએ 22 માર્ચે સાંજે પાંચ વાગે મેડિકલ સ્ટાફ તથા જીવન જરૂરિયાત માટે ઘરમાં તાળી કે થાળી વગાડીને તેમનું સન્માન કરવાની વાત કરી હતી. બોલિવૂડે ચાહકોને પાંચ વાગે આ તમામનું સન્માન કરવાની વાત કરી હતી.

કોણે શું ટ્વીટ કરી?

અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને કહ્યું હતું, હું આ જનતા કર્ફ્યૂને સપોર્ટ કરું છું. સાથે જ હું દેશમાં એ લોકોને સલામ કરું છું, જેમણે જરૂરી સેવાઓ ચાલુ રાખી છે. સાથે આવીએ, સલામત રહીએ, સાવધ રહીએ.

અક્ષય કુમારે કહ્યું હતું, પીએમ મોદીએ સારો વિચાર આપ્યો છે. આપણે તમામે રવિવારે સવારના સાતથી રાતના 9 સુધી જનતા કર્ફ્યૂનું પાલન કરવું જોઈે. આપણે દુનિયાને એ બતાવવું પડશે કે આપણે આ કરી શકીએ છીએ.

અજય દેવગને ટ્વીટ કરીને કહ્યું હતું, પીએમ સાહેબે આપણને તમામને કોવિડ 19 વિરુદ્ધ સંકલ્પ તથા સંયમથી લડવાની અપીલ કરી છે. 22 માર્ચે જનતા કર્ફ્યૂનું પાલન કરીએ અને ઘરમાં રહીએ. સલામત રહીએ.

અનુપમ ખેરે કહ્યું હતું, આવી મુશ્કેલ ઘડીમાં માત્ર દેશને જ નહીં આખા વિશ્વને તમારા જેવા નેતાની જરૂર છે. આપણે સાથે મળીને આપણું કર્તવ્ય નિભાવીશું.

સંજય દત્તે કહ્યું હતું, નરેન્દ્ર મોદીજી આભાર આ સાંત્વના આપતી સ્પીચ આપવ માટે. આવીએ આપણે બધા સાથે મળીને 22 માર્ચના રોજ જનતા કર્ફ્યૂમાં ભાગ લઈએ, આ સાથે જ આપણી સુરક્ષા માટે સતત સજાગ રહીએ. પાંચ વાગે પાંચ મિનિટ સુધી ઉત્સાહ વધારીએ. સુરક્ષિત રહેવા માટે ઘરમાં જ રહો અને તમામ સાવચેતીના પગલાં ઉઠાવો.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ત્રણ કેસ સહિત ભારતમાં અત્યાર સુધી 195 જેટલા કોરોનાવાઈરસને કેસ સામે આવ્યા છે. વિશ્વમાં 9 હજારથી વધુના મોત થઈ ચૂક્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here