Saturday, September 18, 2021
Homeટોપ ન્યૂઝઅલીગઢમાં PM : મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે પશ્ચિમી ઉત્તર પ્રદેશ...

અલીગઢમાં PM : મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે પશ્ચિમી ઉત્તર પ્રદેશ માટે આજનો દિવસ વિશેષ

અલીગઢમાં વડાપ્રધાન મોદીએ નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે પશ્ચિમી ઉત્તર પ્રદેશ માટે આજનો દિવસ વિશેષ છે. PM મોદીએ સંબોધન કરતાં કહ્યું હતું કે મહારાજા સુહેલદેવ જી હોય, છોટુરામ જી હોય કે રાજા મહેન્દ્ર સિંહ જી, નવી પેઢીને તેમનો પરિચય કરાવવાનું કામ ચાલી રહ્યું છે. દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે, આ પ્રયાસોને વધુ વેગ આપવામાં આવી રહ્યો છે. રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના યોગદાનને ક્યારેય ભૂલી શકાય તેમ નથી.

અલીગઢના હથિયાર દેશની સરહદોનું રક્ષણ કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અત્યાર સુધી લોકો અલીગઢના તાળાઓ પર વિશ્વાસ રાખતા હતા. મોદીએ એક કિસ્સો કહ્યું, અલીગઢથી મુસ્લિમ સેલ્સમેન દર ત્રણ મહિને અમારા ગામ આવતા હતા. તેઑ કાળું જેકેટ પહેરીને આવતા હતા, તે દર ત્રણ મહિને આવતા હતા. તેઓ મારા પિતા સાથે મિત્રતા ધરાવતા હતા, તેઓ પોતાના રૂપિયા મારા પિતા પાસે છોડીને જતા હતા અને જ્યારે તેઓ ગામ છોડીને જતાં હતા ત્યારે તેઓ રૂપિયા લઈ જતાં હતા. મોદીએ કહ્યું કે બાળપણમાં અમે યુપીના સીતાપુર અને અલીગઢને જાણતા હતા. અલીગના તાળાઓ પહેલા ઘરોની રક્ષા કરતા હતા, હવે અલીગઢના હથિયાર દેશની સરહદોનું રક્ષણ કરશે.

UPના ગુંડાઓ અને માફિયાઓ જેલના સળિયા પાછળ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે પહેલા અહીં સરકાર ગુંડાઓ અને માફિયાઓ પોતાની મરજી મુજબ ચલાવતા હતા, પરંતુ હવે માફિયા રાજ ચલાવનારા જેલના સળિયા પાછળ છે. પશ્ચિમ યુપીમાં પહેલા પલાયનનું વાતાવરણ હતું, પરંતુ હવે યુપીમાં આવું થતું નથી.

20 મી સદીની તે ભૂલો આજે 21 મી સદીમાં સુધારવામાં આવી
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટીઓનું નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. મોદીએ કહ્યું, ભારતનો ઈતિહાસ આવા દેશભક્તોથી ભરેલો છે. આવા આઝાદીના સેનાનીઓએ પોતાનું સર્વસ્વ ખપાવી નાખ્યું, પરંતુ દેશની કમનસીબી હતી કે આઝાદી પછી આવા રાષ્ટ્રીય નાયકો અને નાયિકાઓની તપસ્યાથી જ દેશની આગામી પેઢીને પરિચિત કરવામાં આવી ન હતી. દેશની ઘણી પેઢીઓ તેમની વાર્તાઓ જાણવાથી વંચિત રહી હતી. 20 મી સદીની તે ભૂલો આજે 21 મી સદીમાં સુધારવામાં આવી રહી છે.

સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે
મોદીએ કહ્યું કે યુપીમાં વેક્સિનેશનનો રેકોર્ડ ઝડપથી આગળ વધી રહ્યો છે. અમારી સરકાર ચૌધરી ચરણ સિંહ જીના માર્ગ પર ચાલી રહી છે અને ખેડૂતોની મદદ કરી રહી છે.

અમારી સરકારનું ધ્યાન નાના ખેડૂતોને લાભ આપવાનું છે. MSP, કિસાન ક્રેડિટ કાર્ડ, વીમા યોજના, પેન્શન સહિત અનેક યોજનાઓના આધારે નાના ખેડૂતોને મદદ કરવામાં આવી રહી છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુજરાતના પુત્રો શ્યામજી કૃષ્ણ વર્મા અને લાલા હરદયાલને મળવા માટે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન રાજા મહેન્દ્ર સિંહ યુરોપ ગયા હતા. તે પછી અફઘાનિસ્તાનમાં દેશનિકાલમાં પ્રથમ સરકારની રચના થઈ, આ સરકારનું નેતૃત્વ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ કરી રહ્યા હતા. જ્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો ત્યારે મને શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિ પરત લાવવાની તક મળી.

ઉત્તરપ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અલીગઢમાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો છે. આ પગલાને જાટ સમુદાયને સાધવાના એક પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે, તેમજ PM મોદી ડિફેન્સ કોરિડોરનો પણ શિલાન્યાસ કર્યો. મોદીએ ડિફેન્સ કોરિડોર અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનું મોડેલ નિહાળ્યું હતું.

રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી બાબતની જાણકારી લેતા વડાપ્રધાન મોદી.
રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટી બાબતની જાણકારી લેતા વડાપ્રધાન મોદી.

અલીગઢમાં બનનારી આ યુનિવર્સિટી 92 એકરમાં ફેલાયેલી હશે, જ્યારે 395 કોલેજો તેના હેઠળ આવશે. જ્યારે, ડિફેન્સ કોરિડોરની જાહેરાત ખુદ PM મોદીએ 2018માં કરી હતી. અલીગઢના ડિફેન્સ કોરિડોરમાં 19 કંપનીઓ રોકાણ કરશે, લગભગ 1300 કરોડનું રોકાણ થશે.

યુવાનોને શિક્ષણ, દેશની રક્ષા. આ ટેગલાઇન સાથે મિશન 2022 માટે પશ્ચિમ યુપીમાં ભાજપનું પ્રદર્શન મંગળવારે અલીગઢમાં યોજાયુ છે. વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને PM મોદીનો કાર્યક્રમ ઘણી રીતે ખાસ છે. જાટોનું કિસાન મહાપંચાયત સાથે જોડવાને કારણે જ્યાં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ યુનિવર્સિટીનો શિલાન્યાસ સાથે જાટોને સાધવાના પ્રયાસ થશે, તો સંરક્ષણ કોરિડોરનો શિલાન્યાસ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા અને રોજગારીની તકો પૂરી પાડવાનો સંદેશ આપવામાં આવશે.

યુવાનો પર ધ્યાન કેન્દ્રિત
મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોધા અલીગઢ ખાતે રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામ પર રાખવામાં આવેલી સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. પશ્ચિમ યુપીમાં PM મોદીનો કાર્યક્રમ ચૂંટણીપ્રચારની શરૂઆત પણ માનવામાં આવે છે, કારણ કે જ્યારે રાજ્ય સરકારનાં પાંચ વર્ષ પૂરાં થશે ત્યારે આદર્શ આચારસંહિતા લાગુ પડી હશે. 19 સપ્ટેમ્બરે સરકાર સાડાચાર વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે, જેની ઉજવણીની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. સાડાચાર વર્ષમાં થયેલાં વિકાસકામો અને રોજગારીનો ડેટા એકત્રિત કરવામાં આવી રહ્યો છે. આના પરથી સ્પષ્ટ છે કે ભાજપ ચૂંટણીમાં વિકાસ-રોજગારના મુદ્દાઓ પર મેદાનમાં ઊતરશે. જ્યારે અલીગઢમાં PM મોદીના કાર્યક્રમ માટે હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યાં છે, એના દ્વારા પણ યુવાનો પર ધ્યાન કેન્દ્રિત થશે.

કિસાન મહાપંચાયતની ધાર કાપવા માટે PMની આ મુલાકાત ખૂબ મહત્ત્વની
આવી સ્થિતિમાં સરકાર રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરીને યુવાનોને શિક્ષણનું નવું કેન્દ્ર આપી રહી છે, પછી એ જ સંરક્ષણ કોરિડોર બેરોજગારોને રોજગારી આપવા માટે કામ કરવા જઈ રહ્યું છે. આ સિવાય PM મોદીના કાર્યક્રમને યુપીની ચૂંટણી રાજનીતિ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે. સૌથી મોટો મુદ્દો ખેડૂતોના આંદોલનને લઈને ભાજપ દ્વારા સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરીને જાટોને સાધવાનું સાબિત થશે. યોગી સરકારે 2019ની પેટાચૂંટણીમાં જાટ રાજા ચૌધરી મહેન્દ્ર પ્રતાપ સિંહના નામે યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરી હતી, જે હવે પૂર્ણતાના આરે છે. પશ્ચિમ યુપીમાં જાટ વસતિ પ્રબળ છે. આવી સ્થિતિમાં ભૂતકાળમાં મુઝફ્ફરનગરમાં ખેડૂતનેતા રાકેશ ટિકૈતે કરેલી કિસાન મહાપંચાયતની ધાર કાપવા માટે PMની આ મુલાકાત ખૂબ મહત્ત્વની રહેશે.

મુઝફ્ફરનગર મહાપંચાયત પર વળતો પ્રહાર થઈ શકે છે
ગયા દિવસોમાં મુઝફ્ફરનગરમાં યોજાયેલી ખેડૂતોની મહાપંચાયત અંગે PM મોદીનો અલીગઢનો આ કાર્યક્રમ પણ વળતો હુમલો સાબિત થઈ શકે છે. એવું માનવામાં આવે છે કે ખેડૂતો અને જાટો કે માત્ર યુપી જ નહીં, પરંતુ હરિયાણા અને અન્ય રાજ્યોના જાટ સમુદાયને સંદેશ આપવા માટે PM મોદી રાજા મહેન્દ્રને ભારત રત્ન આપવાની જાહેરાત પણ કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments