Monday, October 18, 2021
Homeકોરોના સંકટ : બીજા પ્રોત્સાહન પેકેજને લઈને આજે PM મોદી અને નાણાં...
Array

કોરોના સંકટ : બીજા પ્રોત્સાહન પેકેજને લઈને આજે PM મોદી અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ મળશે, 48 કલાકમાં જાહેરાતની સંભાવના

નવી દિલ્હી. ભારતમાં લોકડાઉનના કારણે નકારાત્મક આર્થિક અસરને ઓછી કરવા માટે સરકાર બીજુ પ્રોત્સાહન પેકેજ આપવાની દિશામાં કામ કરી રહી છે. આને લઈને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નાણાં મંત્રી નિર્મલા સીતારમણ મુલાકાત કરશે. આ પેકેજની જાહેરાત 24 કે 48 કલાકમાં થઈ શકે છે. આ મુલાકાત દરિમયાન સરકારી અધિકારી સાથે વિવિધ ક્ષેત્રોના વિશેષજ્ઞ હાજર રહેશે. જોકે પ્રોત્સાહન પેકેજને લઈને કોઈ મૂંજવણ નથી. સરકાર ધીમે ધીમે પોતાના લક્ષ્ય મુજબ જાહેરાતો કરશે.

ગરીબો-પ્રવાસી કામદારો ઉપર ફોકસની સંભાવના
એક વરિષ્ઠ અધિકારીના હવાલાથી બિઝનેસ સ્ટાન્ડર્ડની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીજા પ્રોત્સાહન પેકેજને લઈને રાજ્યો, ઉદ્યોગ સંગઠનો અને અન્ય પક્ષો તરફથી મોટી સંખ્યામાં પ્રતિભાવો આવ્યા છે. તેના ઉપર વિચાર-વિમર્શ કરાયો છે. રિપોર્ટ મુજબ આ પેકેજમાં શહેરી અને ગ્રામીણ ગરીબો ઉપર વિશેષ ફોકસ હશે. તેમા પોતાના ઘરોથી દૂર ફસાયેલા કામદારો પણ સામેલ હશે. આ ઉપરાંત માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝ (એમએસએમઈ) અને લોકડાઉનથી વધારે પ્રભાવિત સેક્ટર્સ માટે પણ જાહેરાત થઈ શકે છે.

ક્રેડિટ ગેરન્ટી ફંડમાં વધારે રકમ નાખી શકે છે સરકાર
ઈન્ડસ્ટ્રીને રાહત આપવા માટે સરકાર ક્રેડિટને સસ્તી અને સરળ બનાવવા માટે તેમજ નાના-મધ્યમ વેપારીઓ માટે ક્રેડિટ ગેરન્ટી ફંડમાં વધારે રકમ નાખવાનું વિચારી રહી છે. જો આવું થશે તો એમએસએમઈને સરળતાથી ક્રેડિટ મળશે. આ ઉપરાંત મનરેગા યોજના અંતર્ગત રકમમાં અને પીએમ કિસાન યોજનામાં આપવામાં આવનાર રકમમાં પણ વધારો કરવાના પ્રસ્તાવ ઉપર પણ વિચાર કરાશે.

1.7 લાખ કરોડનું બીજું પ્રોત્સાહન પેકેજ હોય શકે છે
રિપોર્ટ મુજબ બીજું પ્રોત્સાહન પેકેજ 1.7 લાખ કરોડ રૂપિયાની આસપાસ હોય શકે છે. પહેલા પેકેજની જાહેરાત નાણાં મંત્રી નિર્મલા સીતારમણે માર્ચમાં કરી હતી. આ પેકેજ જીડીપીના 0.8 ટકા બરાબર હોય શકે છે. અમેરિકાએ જીડીપીના 11 ટકા, ઓસ્ટ્રેલિયાએ 9.7 ટકા અને બ્રાઝીલે 3.5 ટકા બરાબર પ્રોત્સાહન પેકેજની જાહેરાત કરી છે. એસોચેમ અને ફિક્કી જેવા ઉદ્યોગ સંગઠન 9થી 23 લાખ કરોડ રૂપિયાના મોટા પેકેજની માંગ કરી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments