વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમીત શાહ અમદાવાદમાં : સુરક્ષા માટે મોકડ્રીલ, રૂપાણી ખડેપગે

0
7

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમીત શાહ ટ્રમ્પને સત્કારવા અને તૈયારી આખરી નિરિક્ષણ કરવા અમદવાદ આવી પહોંચ્યા છે. મુખ્યમંત્રી રૂપાણી પણ ખડેપગે છે.અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રાત્રે એનએસજીની ટીમ સુરક્ષાની સમીક્ષા કરવા પહોંચી ત્યારે મોકડ્રીલ કરી. ગાડીઓના કાફલા સાથે ગઈ કાલે મોડી રાતે એનએસજીની ટીમ સ્ટેડિયમમાં પહોંચી અને સ્ટેડિયમના મુખ્ય સ્ટેજનું નીરિક્ષણ કયુ.

સ્ટેડિયમની અંદર બનાવવામાં આવેલા મુખ્ય સ્ટેજ અને સ્ટેડિયમમાં એનએસજી કમાન્ડોએ ચેકીંગ કયુ. ગઈ કાલથી જ મોટેરા સ્ટેડિયમને અમેરિકાની સુરક્ષા એજન્સીઓ અને ભારતીય કમાન્ડોએ સુરક્ષાકવચથી ઘેરી લીધું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here